દિયોદર નાયબ મામલતદાર એમ.બી.દરજીએ મામલતદાર નો ચાર્જ સંભાળતા સન્માન સમારોહમાં ખુરશીના મોહમાં સોસીયલ ડિસ્ટન્સનું ભાન ભૂલ્યા

હિન્દ ન્યુઝ, દિયોદર 

    કોરોના મહામારી અંતર્ગત સરકાર પોતે કોરોના ડિસ્ટન્સ માટે કલેક્ટરના આદેશોનું પાલન કરાવે છે. અને આના ભંગ બદલ ગરીબોને દંડ પણ થાય છે. આજે દિયોદર મામલતદાર કચેરી ખાતે એમ.બી.દરજી છેલ્લા છએક મહિના થી એટીવીટી નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા હતા પરંતુ દિયોદર મામલતદાર કે કે ઠાકોર વય નિવૃત્ત થતા એમ.બી.દરજીએ મામલતદાર નો ચાર્જ સાંભળ્યો છે ત્યારે દિયોદર તાલુકા દરજી સમાજ દ્વારા આજે સન્માન કાર્યક્રમ નું આયોજન કરાયું હતું. જોઈએ તો કાયદાનું પાલન કરાવનાર સરકારના ખુદ અધિકારી કાયદાનું ભાન ભૂલ્યા અને દિયોદર મામલતદાર કચેરીમાં ખુરસીના મોહમાં મામલતદાર ની ઓફિસમાં દિયોદર તાલુકાના દરજી સમાજના આગેવાનો દ્વારા સન્માન સમારોહ કાર્યક્રમમાં ના તો સોશિયલ ડિસ્ટન્સ કે નાતો તાલુકાના જવાબદાર અધિકારી તરીકે લોકોની ચિંતા કર્યા વગર જાણે કોરોના આવયોજ ના હોય તેવા દ્રષ્યો અમારા કેમેરામાં કેદ થયા છે ત્યારે જિલ્લા કલેકટર એ 25/06/2021 ના રોજ જાહેરનામું બહાર પાડીને ફરજીયાત માસ્ક પહેરવું અને સોશિયલ ડિસ્ટન્સ રાખવા માટે સૂચનો કર્યા છે પરંતુ દિયોદર મામલતદાર ખુદની ઓફિસમાં તો કલેકટરના આદેશોને પણ ઘોળીને પી ગયા સાથે સાથે માસ્ક વગરના નજરે પડ્યા, આ બાબતે કલેકટર કોઈ પગલાં ભરશે કે પછી મામલતદાર ને બચાવવા આંખ આડા કાન કરી કાયદો ફક્ત ગરીબોને રંજાડવા માટે કસવામાં આવ્યો છે તે તો સમયજ બતાવશે.

અહેવાલ : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર

Related posts

Leave a Comment