ચોમાસામાં વીજ પોલથી કોઈ મોટી દુર્ઘટના ના ઘટે તે માટે ગ્રામજનો ચિંતામાં 

હિન્દ ન્યુઝ, સુઈગામ

    ચોમાસામાં વીજ પોલથી કોઈ મોટી દુર્ઘટના ના ઘટે તે માટે ગ્રામજનો ચિંતામાં 
જિલ્લાના સરહદી સુઈગામ તાલુકા ના છેવાડાના મેઘપુરા ગામે રોડને અડીને વિજપોલ છે. આ વીજ પોલ થી તાર વડે લાઈટની લાઈનો વીજ પ્રવાહ પસાર થાય છે. આ તાર BSF કેમ્પમાં, પ્રજાપતિ વાસ અને ગામમાં 3 જગ્યાએ વીજ તાર પસાર થાય છે. વીજ પોલની સામે પ્રાથમિક શાળા, પ્રજાપતિઓનાં ઘર અને બાજુમાં તળાવ આવેલ છે. આ વીજ પોલ ની પાછળ ના ભાગે તળાવનો નીચાણ વાળો ભાગ હોવાથી માટીનુ ધોવાણ થયુ હોવાના કારણે પ્રાથમિક શાળાની સામે ઘણા સમયથી વિજપોલ પડવાની હાલતમાં જોવા મળી રહ્યો છે. તંત્રની ઘોર બેદરકારી સામે આવી રહી છે સ્થાનિક લોકો માં તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે.
અવારનવાર તંત્ર ને રજુઆત કરવા છતાં તંત્ર કાને ધરેલ નથી. વિદ્યુતબોર્ડ ની ઘોર બેદરકારી જોવા મળી રહી છે. છેલ્લા ઘણા સમયથી વિજપોલ તૂટેલી હાલતમાં મોટી જાનહાની સર્જે એવી ભીતિ છે. રાહદારીઓ કેટલીક ભીડ હોય છે તો કોઈ મોટી જાનહાની ના સર્જાય તો યુ.જી.વી.સી.એલ.તંત્ર દ્વારા ઝડપી કામ લઇ વિજપોલ ફરીથી ઉંડો ખાડો કરીને ઉભો કરવામાં આવે એવી લોક માંગ ઉઠી ઉઠવા પામી છે.

અહેવાલ : વેરસીભાઈ રાઠોડ, સુઈગામ

Related posts

Leave a Comment