તા.૧૦-૦૭-૨૦૨૧ના રોજ નેશનલ લોક અદાલતનું ખેડા જિલ્‍લામાં આયોજન

હિન્દ ન્યુઝ, નડિયાદ 

    નામદાર ગુજરાત રાજય કાનુની સેવા સત્તા મંડળ, અમદાવાદના આદેશ અનુસાર ખેડા જિલ્‍લા કાનૂની સેવા સત્તા મંડળ, જિલ્‍લા ન્‍યાયલય, નડિયાદના મહે.અધ્યક્ષ એલ.એસ.પીરઝાદાની સુચના મુજબ જિલ્‍લા અદાલત, નડિયાદ તથા તમામ તાલુકાની કોર્ટ, નડિયાદ, ડાકોર, ઠાસરા, કપડવંજ, ખેડા, માતર, મહેમદાવાદ, મહુધા, કઠલાલ, વસો, સેવાલીયા મુકામે તા.૧૦-૦૭-૨૦૨૧ના રોજ નેશનલ લોક અદાલત યોજવામાં આવનાર છે. તેમાં મોટર અકસ્‍માત વળતરના કેસો, દિવાની કેસો, સમાધાન લાયક ફોજદારી કેસો, ફેમેલી કોર્ટના તથા અન્‍ય લગ્‍ન વિષયક કેસો તથા બેંક, એમ.જી.વિ.સી.એલ, ફાયનાન્‍સ કંપની વિગેરેના પ્રીલીટીગેશન કેસો મુકવામાં આવનાર છે.
જેથી જે કોઇ વકિલઓ, પક્ષકારો તેમજ સંસ્‍થાઓ પોતાના કેસો નેશનલ લોક અદાલતમાં મુકવા ઇચ્છતા હોય તેઓએ જે અદાલતમાં કેસ ચાલતો હોય તે અદાલતનો અથવા જિલ્‍લા કાનુની સેવા સત્તા મંડળ, જિલ્‍લા અદાલત, નડિયાદનો સંપર્ક કરવાનો રહેશે તેજ ફુલ ટાઇમ સેક્રેટર, જિલ્‍લા કાનુની સેવા સત્તા મંડળ, નડિયાદની અખબારી યાદીમાં જણાવવામાં આવ્‍યું છે.

રિપોર્ટર :- પ્રતિક ભટ્ટ, નડિયાદ

Related posts

Leave a Comment