હિન્દ ન્યુઝ, નડિયાદ
હોસ્પિટલમાં સેવા આપતા સ્ટાફ નર્સ સંવર્ગના
કર્મચારીઓને જીવનજરૂરીયાતની કિટનુ વિતરણ
મહામહીમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના માર્ગદર્શન અને પ્રેરણાથી કોરોનાની મહામારી દરમ્યાન દવાખાનામાં દર્દીઓની સાર સંભાર રાખતા સ્ટાફ નર્સ સંવર્ગના કર્મચારીઓની સેવાને બિરદાવવા તેમના માટે એક જીવન જરૂરીયાતની ચીજ વસ્તુઓની કીટ ફુલ નહી તો ફુલની પાંખડી સ્વરૂપે રેડક્રોસ પરિવાર, નડિયાદ તથા જે.સી.આઇ પરિવાર નડિયાદ વતી આપવામાં આવી હતી. જેનો શુભારંભ ખેડા જિલ્લા કલેક્ટર કે.એલ.બચાણી તથા રેડક્રોસ ડિરેકટરઓના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે નડિયાદ રેડક્રોસ સોસાયટીના ખજાનચી સુનિલભાઇ પટેલ, અનસુયાબેન પટેલ, હિતેન્દ્રભાઇ દેસાઇ, સુભાષભાઇ વર્મા, મનીષભાઇ શાહ તથા જે.સી. સભ્ય નંદિશભાઇ પુરોહિત, હની મહેતા, જીનલબેન ગજ્જર, ઉમેશભાઇ ઢગટ અને નિખીલેશભાઇ પંડિતની હાજરીમાં આ કાર્યક્રમ યોજાયો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારીમાં આરોગ્ય અધિકારીઓ, કર્મચારીઓ, તથા સ્ટાફ નર્સો સંવર્ગના કર્મચારી તરીકે સેવાનો ઉદ્દેશ રાખી સતત રાત દિવસ દર્દીઓની સેવા કરતા અંદાજે ૬૪૦થી વધુ કર્મચારીઓને આ કીટ તેઓના નોકરીના સ્થળે જઇ નડીયાદ રેડક્રોસ સોસાયટીના અધિકારી-પદાધિકારીઓ તથા જે.સી.આઇ પરિવાર નડીયાદના પદાધિકારીઓ દ્રારા આપવામાં આવી રહી છે. આ પ્રેરણારૂપ કાર્યને જિલ્લા કલેક્ટરએ બિરદાવી હતી અને અન્ય નામાંકિત સંસ્થાઓ પણ આ સરાહનીય કાર્યને અનુસરશે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી.
રિપોર્ટર :- પ્રતિક ભટ્ટ, નડિયાદ