દિયોદર તાલુકા કાપણી કરેલ પાક વરસાદ ને કારણે પલડી જતા ખેડૂતો ને નુકસાન

હિન્દ ન્યુઝ, દિયોદર

    બનાસકાંઠા જીલ્લામાં ચોમાસુ સક્રિય થતા મેધરાજાની વિધિવત એન્ટ્રી થઇ ચુકતા સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. છેલ્લા ત્રણ દિવસથી મેધાવી માહોલને લઈ દિયોદર તાલુકામાં અનેક સ્થળો પર ધીમીધારે વરસાદ વરસતા ઠેર ઠેર પાણી પાણી થઇ જવા પામ્યું હતું. કેટલાક દિવસોથી પડી રહેલી કાળઝાળ ગરમી વચ્ચે મેધરાજાનું આગમન થતાં વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી ગઇ હતી.

દિવસભર ભારે ઉકળાટ અને બફારા બાદ શનિવારે જોરદાર વરસાદ શરૂ થયો હતો તો વરસાદને દિયોદર તાલુકાના ખેડૂતોમાં કહી ખુશી કહી ગમનો માહોલ જોવા મળી રહ્યો છે. ઉનાળુ સીઝનના ખેતરોમાં કાપણી કરેલ બાજરી સહિત મગફળીના પાકોનો સોથ વળી જતાં મોટું નુકશાન થયું છે પરંતુ વાવણી લાયક વરસાદ થતાં આકાશી ખેતી કરતા ખેડૂતોમાં ખુશાલી જોવા મળી રહી છે અને ખરીફ સીઝનની તૈયારી કરી રહ્યા છે .જોકે શનિવારના રાત્રી ના 9વાગ્યા સુધી દિયોદર માં આશરે દોઢ ઇંચ વરસાદ નોંધાયો છે.

અહેવાલ : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર

Related posts

Leave a Comment