વૃક્ષરોપણ દ્વારા વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી કરતાં પૂર્વ મંત્રી જશાભાઈ બારડ

હિન્દ ન્યૂઝ, સુત્રાપાડા

આજના ઓધ્યોગિક યુગ માં વધતાં જતાં પ્રદૂષણ માં આજે પર્યાવરણ અને તેનાથી થતાં ફાયદાઓ વિષે લોકો જાગૃત બન્યા છે. સ્વચ્છ પર્યાવરણએ સારી તંદુરસ્તી આપનાર છે ઉપરાંત હાલ ના સમયમાં ઑક્સીજન નું મહત્વ માણસોને સમજાયું છે એ પણ પર્યાવરણ માંથી જ શુદ્ધ ઑક્સીજન પણ આપણને પ્રાપ્ત થાય છે.
    તારીખ 5 જૂન એ વિશ્વ પર્યાવરણ દિન તરીકે વિશ્વભરમાં મનાવવામાં આવે છે. જેના ભાગ રૂપે આજરોજ સુત્રાપાડા નગરપાલિકા ના ચીફ ઓફિસર અને કર્મચારીઑ દ્વારા સુત્રાપાડા માં વિવિધ જગ્યાઓ પર વૃક્ષારોપણ કરવામાં આવેલ. જેની શરૂઆત પૂર્વ કેબિનેટ મંત્રી જશાભાઈ બારડ દ્વારા પાંચ વૃક્ષો વાવી અને કરવામાં આવેલ. ઉપરાંત સુત્રાપાડા નગરપાલિકા દ્વારા આશરે ૩૦૦ જેટલા વૃક્ષોનું વાવેતર સુત્રાપાડા નગરપાલિકાના વિવિધ માર્ગો અને જગ્યાઓ પર કરવામાં આવેલ હતું.

ઉપરાંત તમામે સપથ લીધેલ હતા કે, ‘દરેક વ્યક્તિ એક વૃક્ષ વાવે અને તેનું જતન કરે’ જેથી આપડું પર્યાવરણ બચાવી શકાશે. આ તકે પૂર્વ કેબિનેટ મંત્રી જશાભાઈ બારડે જણાવેલ કે ગુજરાત ની સરકાર પર્યાવરણની વૃદ્ધિ અને વિકાસ માટે ઘણી યોજનાઓ અને પ્રયત્નો કાર્યરત કરેલ છે અને હાલ ની મહામારી માં થી શીખ મળે છે કે સારું અને સ્વચ્છ પર્યાવરણ જ માનવજાત નો વિકાસ કરી શકે પર્યાવરણ વગર માણસ નો વિકાસ શક્ય નથી તેથી દરેક વ્યક્તિ એ વૃક્ષારોપન અને વૃક્ષોના જતન દ્વારા પર્યાવરણનો વિકાસ કરવો જોઈએ.

સૌરાષ્ટ્ર તંત્રી : તુલસી ચાવડા

Related posts

Leave a Comment