કોઈપણ રોજગારવાંચ્છુ કેરિયર કોલ સેન્ટરનો નં. ૬૩-૫૭-૩૯૦-૩૯૦ ડાયલ કરીને રાજ્યના કોઈપણ જિલ્લાની રોજગારલક્ષી, અભ્યાસલક્ષી, કારકિર્દી અને વ્યવસાયલક્ષી સચોટ માહિતી મેળવી શકશે

હિન્દ ન્યૂઝ, નડિયાદ 

   માન.મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા તા.૧૨/૦૧/૨૦૨૧ના રોજ સ્વામી વિવેકાનંદ જયંતિ “રાષ્ટ્રીય યુવા “ દિવસે રાજ્યના યુવાનો માટે રોજગારલક્ષી ઓનલાઈન કેરિયર કોલસેન્ટર રોજગાર સેતુ કાર્યક્રમનો ઈ-શુભારંભ કરાવ્યો હતો. સમગ્ર દેશમાં ગુજરાતની આ નવીન પહેલમાં રાજ્યનો કોઈપણ રોજગારવાંચ્છુ આ કેરિયર કોલ સેન્ટરનો નંબર ૬૩-૫૭-૩૯૦-૩૯૦ ડાયલ કરીને રાજ્યના કોઈ પણ જિલ્લાની રોજગારલક્ષી, અભ્યાસલક્ષી, કારકિર્દી અને વ્યવસાયલક્ષી સચોટ અને અદ્યતન માહિતી મેળવી શકશે.
     ખેડા જીલ્લાના ઉમેદવારો કેરિયર કોલ સેન્ટરનો નંબર ૬૩-૫૭-૩૯૦-૩૯૦ ડાયલ કરીને તેઓ ધોરણ ૧૦-૧૨-આઈ.ટી.આઈ. કે સ્નાતક પછીના અભ્યાસક્રમો, વિવિધ વ્યવસાયલક્ષી કોર્ષ, રોજગાર ભરતી મેળા, જિલ્લામાં કે જિલ્લા બહાર ખાનગી એકમોમાં રહેલી ખાલી જગ્યાઓ, સરકારી ભરતી, સંરક્ષણ ક્ષેત્રે કારકિર્દી, કેરિયર કાઉન્સેલિંગ, કેરિયર ગાઈડન્સ, સ્વરોજગાર યોજનાઓ અંગે માહિતી તેમજ માર્ગદર્શન મેળવી શકે છે. તેમ જિલ્લા રોજગાર અધિકારી-ખેડા (નડિયાદ) દ્વારા જણાવવામાં આવ્યું છે.

રિપોર્ટર : પ્રતિક ભટ્ટ, નડિયાદ

Related posts

Leave a Comment