ડભોઇ સિનિયર સિટીઝન પરિવાર તરફ થી ૧૨૦ જેટલા કુટુંબને મદદરૂપ થઈ કરાતો સેવાયજ્ઞ

હિન્દ ન્યૂઝ, ડભોઈ

     હાલમાં ચાલી રહેલી કોરોના મહામારી ના સમયે ડભોઇ નગર સિનિયર સિટીઝન્સ પરિવાર તરફથી સેવા યજ્ઞ કરવામાં આવી રહેલ છે જેમાં ૧૨૦ ઉપરાંત મધ્યમ વર્ગના અને જરૂરીયાતમંદ પરીવારોને ઘરે ઘરે જઈ રસોડામાં ઉપયોગી એવી અનાજની કીટ આપવામાં આવી હતી. આ સેવાયજ્ઞમાં દાતાઓ તરફથી પણ દાન મળેલ છે છેલ્લા ૧૪ વરસથી સિનિયર સિટીઝન પરિવાર વડીલોની સેવા કરે છે અને સાથોસાથ સમાજસેવાનું કામ પણ દર વર્ષે કરવામાં આવે છે.આમ જરૂરિયાત મંદ ૧૨૦ ઉપરાંત પરિવારોને આ સંસ્થા તરફથી રસોડામાં ઉપયોગી કીટ પૂરી પાડવામાં આવેલ છે આ સેવાયજ્ઞમાં દાતાઓ જેવાકે અમેરિકાના રંગેશભાઈ શાહ તેમજ સુરત નું મધર મિરેકલ ગ્રુપ અને ડભોઈ ગાયત્રી પરિવાર તરફથી પૂરતો સહયોગ આપવા માં આવી રહ્યો છે. ડભોઇ સિનિયર સિટીઝન પરિવાર આ પ્રકારના અનેક સેવા કાર્યો કરી રહેલ છે. ડભોઇમાં ૨૦૦૭ માં સિનિયર સિટીઝન પરિવારની સ્થાપના થયેલ છે. આ સેવાભાવી સંસ્થા દ્વારા વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે .હાલમાં ચાલી રહેલી કોરોનાવાયરસની મહામારીના સમયે ગરીબ તથા મધ્યમ વર્ગના લોકોને પૂરતી રોજી-રોટી મળી રહેલ નથી તેવા સમયે સિનિયર સિટીઝન પરિવાર તેઓની પડખે આવેલું છે. ડભોઈની અગ્રેસર સેવાભાવી સામાજિક સંસ્થા સિનિયર સિટીઝન પરિવાર તરફથી મધ્યમ વર્ગના લોકોને અને જરૂરીયાત મંદ પરિવારોને રસોડામાં ઉપયોગી એવી વસ્તુઓની કીટ બનાવી ને તેવોના ઘરે ઘરે જઈને આપવામાં આવી રહેલ છે‌. સીનીયર સીટીઝન પરિવારના પ્રમુખ કમલબાબુ જોશી, મંત્રી બળવંતસિંહ ચુડાસમા, ઉપપ્રમુખ ગોપાલભાઈ ખોડીયાવાળા અને કૃષ્ણકાંત મોદી વગેરે જેવા આગેવાનો આ સેવાકાર્યમાં રાત દિવસ એક કરીને આવા સેવાભાવી કાર્યો ખૂબ જ ઉત્સાહથી કરી રહ્યા છે. 

રિપોર્ટર : જબીઉલ્લા શેખ, ડભોઈ

Related posts

Leave a Comment