દિયોદર રેફરલ હોસ્પિટલ મા સતત ૨૭ દિવસથી સારવાર લઈ રહેલા છેલ્લા કોવીડ દર્દીની ઘર વાપસી

હિન્દ ન્યૂઝ, દિયોદર

    કોરોના કાળમાં દિયોદર રેફરલ હોસ્પિટલ ખાતે સતત સારવાર લઈ રહેલા કોરોના દર્દીને દિયોદર રેફરલ હોસ્પિટલ ના ડૉકટર ટીમ અને આરોગ્ય કર્મીઓ દ્વારા સારવાર આપી દર્દીને સ્વસ્થ થતાં આજે દિયોદર રેફરલ હોસ્પિટલ ખાતે થી ડૉક્ટરો ની ટીમે અને સેવા ભાવી સંસ્થાઓ અને લોકોએ દર્દીને ઘર વાપસી થતાં ફૂલોથી સ્વાગત કર્યું હતું.

   દિયોદર ખાતે કોરોના ની બીજી લહેર વખતે કોવીડ દર્દીઓએ સારવાર લીધા બાદ ઘર વાપસી થયા હતા ત્યારે આજે છેલ્લા કોરોના દર્દીનું ૨૭ દિવસ બાદ લોબી સારવાર બાદ દર્દીનું સ્વાસ્થ્ય સારું બનતા રેફરલ હોસ્પિટલ ના ડૉકટર રજા આપતા દિયોદર રેફરલ હોસ્પિટલ ના ડૉક્ટરો અને આરોગ્ય ટીમ સાથે દિયોદર ની સેવાભાવી સંસ્થા ઓ ના કાર્યકરો, સેવાભાવી લોકો એ ઓમપુરી ગૌસ્વામી ૪૫ વર્ષ દુચકવાડા વાડાની તબિયત સ્વસ્થ બનતા ફૂલો થી સ્વાગત કરી ઘર વાપસી માટે વિદાય આપી હતી. મહત્વનું છે કે દિયોદર રેફરલ હોસ્પિટલ ખાતે કોવીડ દર્દી છેલ્લા ૨૭ દિવસથી સારવાર લઈ રહ્યા હતા જ્યારે તેમની સ્વાસ્થ્ય સુધારા થતાં ડૉકટર દ્વારા આજે રજા આપતા દિયોદર આરોગ્ય અધિકારી બ્રિજેશ વ્યાસ દ્વારા દિયોદર સેવાભાવી સંસ્થા ઓ, લોકો અને કાર્યકરોનો, દિયોદર રેફરલ હોસ્પિટલ ડૉક્ટરો ની ટીમ, આરોગ્ય કાર્યકરો નો દિલથી આભાર માન્યો હતો. પ્રતિક રાઠોડ, ડૉકટર ગુપ્તા અને જ્યંતિ ભાઈ દોશી, જામાભાઇ પટેલ, પ્રદિપ ભાઈ શાહ, કોરોના દર્દીનું સ્વાસ્થ્ય સુધરતા ઘર વાપસી ઉપસ્થિત રહી સ્વાગત કર્યું હતું.

અહેવાલ : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર

Related posts

Leave a Comment