વિરમગામની કુખ્યાત ફેકચર ગેંગના પાંચ સાગરીતોને ગુજસીટેક હેઠળ અટકાયત કરી દિન -૧૦ ના રીમાન્ડ મેળવી વધુ તપાસ કરતી અમદાવાદ ગ્રામ્ય પોલીસ

હિન્દ ન્યૂઝ, વિરમગામ

    જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા સુચારૂ રીતે જળવાઇ રહે અને લોકો નિર્ભય રીતે પોતાનું જીવન વ્યતીત કરે તે હેતુસર પોલીસ મહાનિરીક્ષક અમદાવાદ વિભાગ અમદાવાદ નાઓએ જીલ્લા પોલીસ વડા વિરેન્દ્રસિંહ યાદવ નાઓને આપેલ ખાસ સૂચના અન્વયે જીલ્લા પોલીસ વડાએ તાબાના અધિકારીઓને આપેલ સૂચનાના ભાગરૂપે ડો. લવીના સિંન્હા મદદનીશ પોલીસ અધિક્ષક વિરમગામ વિભાગ વિરમગામ નાના માર્ગદર્શન હેઠળ વિરમગામ ટાઉન પો.સ્ટે.ના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એ.વાઘેલા અને ટીમે સંગઠિત ટોળકી બનાવી ગુન્હા આચરતા “ ફેક્ચર ગેંગ ” વિરૂધ્ધના ગુન્હાઓની માહિતી એકત્રીત કરી ગુન્હાઓની સ્ફટીની કરી જરૂરી દસ્તાવેજ એકત્રીત કરી “ ફેકચર ગેંગ ” ના કુલ- ૦૯ સાગરીતો વિરૂધ્ધ વિરમગામ ટાઉન પો.સ્ટે . ગુજરાત આતંકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ અધિનિયમ – ર૦૧૫ હેઠળ ગુન્હો નોધેલ જે ગુન્હાની તપાસ જીલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ ખાસ તપાસ ટીમ બનાવી પી.ડી. મણવર નાયબ પોલીસ અધિક્ષક એસ.ટી / એસ . સી . સેલ અમદાવાદ ગ્રામ્ય અને ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક વિરમગામ નાઓને સોપવામાં આવેલ છે. ખાસ તપાસ ટીમ દ્વારા ગુજસીટેક હેઠળ નોધાયેલ “ ફેક્ચર ગેંગ ” ના પાંચ સાગરીતોની ધરપકડ કરી નામદાર કોર્ટમાં ધારદર દલીલો કરી આરોપીઓના દિન -૧૦ ના પોલીસ કસ્ટડીના રીમાન્ડ ઉપર મેળવી આરોપીઓએ આચરેલ ગુન્હા દ્વારા વસાવેલ સ્થાવર/ જંગમ મિલ્કત સંબધેની માહિતી મેળવવા પુરાવાઓ એકઠા કરવા કવાયત હાથ ધરેલ છે. આ ગેંગના અન્ય સભ્યો ભૂગર્ભમાં ઉતરી ગયેલ છે. તેઓએ શોધી કાઢવા એલ.સી.બી અને સ્થાનિક પોલીસની અલગ અલગ ટીમો કાર્યરત કરવામાં આવેલ છે . આ “ ફેક્ચર ગેંગ ” અસ્તિત્વમાં આવી ત્યારથી આજદિન સુધિમાં આચરેલ ગુન્હા તથા ગેંગના સભ્યોને પડદા પાછળ રહી સીધી કે આડકતરી રીતે મદદ કરનાર ઇસમો તેમજ ગેંગ બનાવવાના કારણો સહિતની તપાસ ચાલુ છે .આ “ ફેક્યર ગેંગ ” દ્વારા અમદાવાદ ગ્રામ્ય જીલ્લાના વિરમગામ, સુરેન્દ્રનગર જીલ્લા, મહેસાણા જીલ્લા, સાબરકાંઠા જીલ્લા માં ખૂન, ખૂનની કોશીષ, ધાડ, લૂંટ, અપહેરણ, ખંડણી જેવા ગુન્હાઓ આચરેલાનુ જણાઇ આવેલ છે . તો ફેકચર ગેંગ દ્વારા ભોગ બનેલ હોય અને કોઇ કારણો સર ફરીયાદ આપેલ ન હોય તેવા ભોગ બનનારએ અમદાવાદ ગ્રામ્ય પોલીસનો સંર્પક કરવા જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે .ગુજસીટેક હેઠળ ધરપકડ કરેલ આરોપીઓના નામ / સરનામા જાહિર અબ્બાસભાઇ કુરેશી ઉ.વ. ૩૬ રહે . દાદુ ફોરમેનની ચાલી, સેતવાડ, વિરમગામ, અસ્લમ એકબરભાઇ નાનજાદા ઉ.વ. ૩ ૬ રહે . અલબદર પાર્ક સોસાયટી, રેયાપુર ત્રણ રસ્તા પાસે, વિરમગામ વસીમ ઉર્ફે કાસમ સ / ઓ કાળુભાઇ ઉર્ફ કાલીચરણ સીપાઇ ઉ.વ. ૩ ૬ રહે . ઢાઢીવાસ, સંતવાડ, જૂના સરકારી દવાખાના પાસે, વિરમગામ સરફરાજ ઉર્ફ સકુ સ / ઓ દિલાવરભાઇ સીપાઇ ( કુરેશી ) ઉ.વ. ૩૫ રહે. ઢાઢીવાસ, સંતવાડ, જૂના સરકારી દવાખાના પાસે, વિરમગામ આરીફ ઉર્ફ બટાકો સ / ઓ યાકુબભાઇ મંડલી ઉ.વ. રહે સૈયદની ચાલી, નુરી સોસાયટી, વિરમગામ.

રિપોર્ટર : નસીબ મલેક, વિરમગામ

Related posts

Leave a Comment