હિન્દ ન્યૂઝ, દિયોદર
કોરોના મહામારી મા દર્દીઓ ને રકત ની જરૂરીયાત ઉભી થતા આજે દિયોદર ખાતે આદર્શ હાઈસ્કૂલ કેમ્પ માં સર્વ સમાજ દ્વારા દિયોદર, કાંકરેજ તાલુકાના સંયુક્ત ઉપક્રમે રક્તદાન કેમ્પ -5 નું સૌજન્ય ભણસાલી ટ્રસ્ટ , રાધનપુર ડો. દેવજીભાઈ પટેલ (આસ્થા હોસ્પિટલ રાધનપુર) અને બનાસકાંઠા કોવિડ 19 સેવાટીમ આયોજન કરવામાં આવ્યું હતું. વર્તમાન સમયમાં કોરોના મહામારીમાં રક્ત અને પ્લાઝમા રક્ત ની ઉણપ વર્તાઈ રહી છે. ત્યારે પ્લાઝમા રક્ત, કોરોના પોઝીટીવ દર્દીઓને ઉપયોગી બનશે. ત્યારે જરૂરિયાત મંદ દર્દીઓને મદદરૂપ થવાના હેતુથી સર્વ સમાજનું રક્તદાન કેમ્પ નું આયોજન દિયોદર આદર્શ હાઈસ્કૂલ ના કેમ્પસમાં કરવામાં આવ્યું હતું. બ્લડ ડોનેટ કેમ્પમાં ૧૯૭ પ્લસ બોટલો રક્ત એકત્રિત કરવામાં આવી છે.
મહત્વનું છે કે દિયોદર ખાતે સર્વ સમાજ બ્લડ ડોનેટ કેમ્પમાં કોકરેજ ધારા સભ્ય કીર્તિ સિંહ વાઘેલા, થરા માર્કેટ યાર્ડના ચેરમેન અંદાભાઇ પટેલ, પૂર્વ ધારા સભ્ય દિયોદર કેશાજી ચૌહાણ, બનાસ ડેરી ના ડિરેક્ટર આઈટી પટેલ, જિલ્લા પંચાયત સદસ્ય રમેશ ભાઈ પટેલ, દિયોદર સરપંચ ગિરિરાજ સિંહ વાઘેલા, ભરતસિંહ વાઘેલા, ભારત વિકાસ પરિષદ પ્રમુખ જામાભાઈ પટેલ, મુકેશ ભાઈ ઠાકોર, અમરત ભાઈ ભાટી,ટી.પી. ચૌધરી , નરસિંહ ભાઇ દેસાઈ (બનાસકાંઠા જિલ્લા શિક્ષણ સમિતિ ચેરમેન), વગેરે સેવાકીય કર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. અને કાર્યક્રમ સફર બનાવ્યો હતો.
અહેવાલ : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર