દિયોદર ખાતે હિંદવાણી, ડીસાવળ આંજણા ચૌધરી સમાજ નો પ્રેરક કોરોના કારણે નિર્ણય લેવાયો

હિન્દ ન્યૂઝ, દિયોદર 

   સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારીનો લીધે મહામારીના ભરડામાં છે ત્યારે બનાસકાંઠા ના હિંદવાણી ડીસાવળ ચૌધરી સમાજ ના આગેવાનો દિયોદર ના ધારાસભ્ય સિવાભાઈ ભુરિયા અને દેસાઈઓ તેમજ સામાજિક વડીલો એ સાથે મળીને સમાજને કોરોના મહામારીમાં બચાવવા માટે સરકારની ગાઈડલાઈન નું ચુસ્તપણે અમલવારી કરવા બેઠકમાં પ્રેરક નિર્ણય લેવાયો છે. જેમાં લગ્ન પ્રસંગે લગ્ન લઈને એક વ્યક્તિએ જવું તેમજ જાન પાંચ જણે જવું મામેરા મોસાળામાં પાંચ જણે જવું તેમજ શુભ પ્રસંગે જમણ વાર સદંતર બંધ રાખવા તેમજ મરણ પ્રસંગે બપોરો બેસણું બંધ નો નિર્ણય કરાયો જેને ઉપસ્થિત સૌ આગેવાનોએ આ નિર્ણય ને આવકારી તેને સમાજ હિત માં નિર્ણય હોવાનું જણાવી ચૌધરી સમાજ ના દરેક જણે આ સમાજ ના નિર્ણય ને વધાવી ચુસ્તપણે અમલવારી કરશો તેવું આહવાન સિવાભાઈ ભુરિયા, ધારાસભ્ય દિયોદર અને શ્વરભાઈ ચૌધરી, ડિરેકટર બનાસબેન્ક બનાસડેરી માર્કેટયાર્ડ ચેરમેન ઈસ્વર ભાઈ તરક, દિયોદર તેમજ સમાજના અગ્રણીઓ એકસુરે નિર્ણય આવકર્યો હતો.

અહેવાલ : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર

Related posts

Leave a Comment