દિયોદર પોલીસ દ્વારા બેનર બનાવી લોકોને સાવચેતી રાખવા અપીલ કરાઈ

કફન થી નાનું છે માસ્ક પહેરી લો

હિન્દ ન્યૂઝ, દિયોદર 

     સમગ્ર ગુજરાત કોરોનાના ભરડામાં આવી ગયું છે અને પરિસ્થિતિ વિકટ બનતી જાય છે હાલ રાજ્યમાં મહામારીની બીજી લહેર લોકો માટે જીવલેણ પુરવાર થાય તો પણ નવાઈ નથી ત્યારે લોકો પોતાની કે પોતાના પરિવારની ચિંતા કર્યા વગર પોતાની સેફટીનું સહેજ પણ ધ્યાન રાખતા નથી. જેમકે માસ્ક પહેરો સલામત રહો વારંવાર સેનેટ્રાઇજ અને સાબુ થી હાથ ધોવા જેવી અનેક પોતાના સ્વાસ્થ્ય માટે કાળજી રાખવાની જરૂર છે ત્યારે બજાર હોય કે શેરી માહોલા કે પછી ધાર્મિક પ્રસંગ હોય કે મેળાવડો લોકો પોતાના સ્વાસ્થ્ય નું વિચારતા નથી અને માસ્ક વગર નજરે પડે છે અને કોરોના ગાઈડલાઈનનું સહેજ પણ પાલન કરતા નથી ત્યારે દિયોદર પોલીસે લોકોના સ્વાસ્થય ની ચિતા કરી સરકારી ગાડી પર બેનર લગાવી લોકોને સાવચેતી રાખવા અપીલ કરાઈ છે અને માસ્કનો ફરજીયાત ઉપયોગ કરવો, સાબુથી વારંવાર હાથ ધોવા, ભીડભાડ વાળી જગ્યા જવાનું ટાળો, એક થી બે વ્યક્તિ વચ્ચે બે ગજનું અંતર રાખો, સેનેટાઈજ નો વારંવાર ઉપયોગ કરવાની સૂચનાઓ જારી કરી છે અને વધુમાં સામાજિક મેળાવડા, લગ્ન પ્રસંગો, મરણ પ્રસંગ તેમજ ધાર્મિક પ્રસંગ જેવા કાર્યક્રમો માં સરકાર ની આપવામાં આવેલ ગાઈડ લાઈનની સૂચના મુજબ પાલન કરવાનું રહેશે. જો ગાઈડ લાઈનનું ઉલઘન કરનાર સામે ફોજદારી કેસ દાખલ કરવા પણ સૂચન જારી કરાયું છે. જેની તાલુકાની જનતાએ નોંધ લેવી. લગ્ન પ્રસંગ , મરણ પ્રસંગ તેમજ ધાર્મિક પ્રસંગ જેવા પ્રસંગો માં જો સરકાર ની ગાઇડલાઈન નું ઉલ્લંઘન કરવામાં આવશે તો તેની સામે ફોજદારી ગુનો દાખલ કરવામાં આવશે.

અહેવાલ : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર

Related posts

Leave a Comment