દિયોદર પ્રાંત કચેરી ખાતે વહેપારી અને વહીવટી તંત્ર ની અગત્ય બેઠક યોજાઇ

હિન્દ ન્યૂઝ, દિયોદર

   બનાસકાંઠા જિલ્લા માં સતત કોરોના વાઈરસ ના કેસો માં વધારો થઈ રહો છે જેમાં જિલ્લા કલેકટર આનંદ પટેલ દ્વારા દરેક તાલુકા ના વહીવટી અધિકારી સાથે બેઠક યોજાયા બાદ આજરોજ દિયોદર પ્રાંત કચેરી ખાતે નાયબ કલેકટર ના અધ્યક્ષ સ્થાને દિયોદર ના વહેપારીઓ અને અગ્રણી સાથે એક અગત્ય ની બેઠક મળી હતી જેમાં જિલ્લા માં વધતા જતા કોરોના વાઈરસ ના કેસો સામે દરેક વહેપારીઓ નિયમ નું કડક પાલન કરવા તેમજ સોસીયલ ડિસ્ટન સાથે પોતાના ધંધા રોજગાર ચલાવે તેવી સૂચના આપવામાં આવી હતી જેમાં લગ્ન પ્રસંગ જેવા કાર્ય માં સરકાર ની ગ્રાઇડ લાઈન મુજબ પ્રસંગ કરે તે માટે અનુરોધ કરવામાં આવ્યો હતો જેમાં વર્તમાન સમય ની સ્થિતિ ને ધ્યાને લઇ દિયોદર નગરજનો અને વહેપારીઓ તંત્ર ને સાથ અને સહકાર આપવા અપીલ કરવામાં આવી હતી. 

અહેવાલ : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર

Related posts

Leave a Comment