લિમિટેડ લોકોની હાજરીમાં દિયોદર ના ગાગોલ ગામે યોજાશે સાદાઈથી લગ્ન પ્રસંગ ની ઉજવણી

હિન્દ ન્યૂઝ ,દિયોદર

સમગ્ર ગુજરાતમાં કોરોના નો બીજો રાઉન્ડ કપરો સમય સાબિત થયો છે અને દિનપ્રતિદિન વધુને વધુ લોકોને કોરોના તેના ભરડામાં લઈ રહ્યો છે ત્યારે બનાસકાંઠા જિલ્લો પણ બાકાત રહ્યો નથી. અત્યારે લગ્નની સિઝન શરૂ થવાની તૈયારીમાં જ કોરોના મહામારી નો બીજો રાઉન્ડ શરૂ થઇ જતાં જિલ્લામાં અનેક મોટા પ્રસંગો અટકી પડ્યા છે અને લોકોએ લગ્ન પ્રસંગ લિમિટેડ લોકો ની હાજરી ઉજવણી કરવાની ફરજ પડી રહી છે. કોરોના મહામારી હાલ ચરમસીમાએ પહોંચી રહી છે દરરોજ રેકોર્ડ બ્રેક નવા કેસો સામે આવી રહ્યા છે બનાસકાંઠા જિલ્લામાં પણ રોજેરોજ કોરોના સેન્ચ્યુરી ફટકારી રહ્યો છે તેવામાં વળી અત્યારે લગ્ન સિઝન શરૂ થવાની તૈયારીમાં જ કોરોનાએ તેનો બીજો રાઉન્ડ શરૂ કરતા જિલ્લામાં અનેક મોટા પ્રસંગો અટકી પડ્યા છે, ગત વર્ષે પણ ઉનાળાની શરૂઆતમાં જ કોરોના મહામારી શરૂ થતાં લોકોએ ખૂબ જ સાદાઈથી લગ્ન પ્રસંગ ની ઉજવણી કરી હતી ત્યારબાદ આ વખતે પણ ફરીથી કોરોના નો બીજો રાઉન્ડ લગ્ન સિઝનની શરૂઆત પૂર્વે જ શરૂ થઈ ગયો છે જેના કારણે સરકારે પણ કોરોના મહામારી અટકાવવા માટે સભાઓ, મેળાવડાઓ પર પ્રતિબંધ લાગ્યો છે જોકે લગ્ન માટે માત્ર 100 લોકોની જ પરમિશન આપી છે ત્યારે હવે મોટા સમાજમાં થતાં લગ્ન પ્રસંગો ના આયોજકોએ ખૂબ જ સાદાઈથી અને લિમિટેડ લોકો ની હાજરીમાં પ્રસંગો ની ઉજવણી ફરજ પડી રહી છે.

2000 હજાર કંકોત્રી છપાવી છે પણ હવે અંગત સગાઓને બોલાવી યોજાશે લગ્ન.

બનાસકાંઠા જિલ્લામાં એક અંદાજ મુજબ આગામી મહિનામાં એક હજારથી પણ વધુ લગ્ન થવાના છે. જેમાં લગ્નના આયોજકોએ 500, 1000 કે બે હજાર જેટલી કંકોત્રી, આમંત્રણ પત્રિકાઓ છપાઈ દીધી છે પરંતુ છેલ્લા દસ દિવસથી જે પ્રકારે કોરોના તેનો કહેર વરસાવી રહ્યો છે તેના કારણે સરકારે ન છૂટકે આવા પ્રસંગો અને ઉજવણીઓ પર પ્રતિબંધ લાદવાની ફરજ પડી છે તેવામાં હવે મોટા સમાજના આયોજકો અને મોભીદાર લોકોએ આવા પ્રસંગો ખુબજ સાદાઈથી કે 100 લોકોની હાજરીમાં જ કરશે તેવું આયોજકોએ નિર્ણય લીધો છે.

અહેવાલ : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર

Related posts

Leave a Comment