સરકારી ગુજરાતી હાઈસ્કૂલ બાંટવા અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બાંટવા ના સંયુક્ત ઉપક્રમે શાળામાં વિદ્યાર્થીઓમાં કોરોના જાગૃતિ માટે યોજાયો સેમિનાર

હિન્દ ન્યૂઝ, માણાવદર

સરકારી હાઈસ્કૂલ બાંટવા અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બાંટવા ના સંયુક્ત ઉપક્રમે શાળામાં વિદ્યાર્થીઓ કોરોના અંગેની જાગૃતતા અને સમજણ કેળવે તે માટેનો સેમિનાર યોજાયો હતો. હાલના વર્તમાન સમયમાં કોરોના વૈશ્વિક મહામારીનું પ્રમાણ ખૂબ જ વધતું જાય છે, ત્યારે શાળાના આચાર્ય કે.એલ.સુવા ની પ્રેરણાથી અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બતવાના સહયોગથી વિદ્યાર્થીઓમાં કોરોના અંગેની જાગૃતિ આવે તેમજ વિદ્યાર્થીઓ ખોટી અફવાહોથી ગેરમાર્ગે ન દોરાય તે માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના મેડિકલ ઓફિસર ડો.વી.એસ.પટેલ તેમજ રાજશીભાઈ બોરખતરિયા દ્વારા ખૂબ જ સરસ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં માસ્ક, સેનિટાઈઝર, સામાજિક અંતર વગેરેનું પાલન કેવી રીતે કરવું,covid-19 રસીકરણ અંગેની ગેરસમજ દૂર થાય અને રસીકરણ ના ફાયદાઓ અંગે ખૂબ જ સરળ રીતે સમજાવવામાં આવ્યું હતું અને કોરોના ટેસ્ટ શા માટે જરૂરી છે ? તે અંગે સચોટ માહિતી આપવામાં આવી હતી. કોરોનાની પરિસ્થિતિ માં આ કાર્યક્રમ યોગ્ય રીતે થાય તેમજ સામાજિક દુરી, માસ્કનું યોગ્ય પાલન થાય તે બાબત ધ્યાનમાં રાખવામાં આવી હતી તેમજ સમગ્ર સ્ટાફ દ્વારા ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારનું સમગ્ર આયોજન શાળાના મ.શિ. દિલીપભાઈ પ્રજાપતિ દ્વારા કરવામાં આવ્યું હતું. તે બદલ શાળાના આચાર્ય કે.એલ.સુવા શાળાના સમગ્ર સ્ટાફને અભિનંદન પાઠવ્યા હતા અને આ સેમિનાર સફળ રીતે વિદ્યાર્થીઓ ઉપયોગી બને તેવા સફળ પ્રયત્નો કરવામાં આવ્યા હતા. આ સેમિનારમાં સ્ટાફ દ્વારા તેમજ વિદ્યાર્થીઓ દ્વારા કોવિડ ગાઈડલાઈન નું સંપૂર્ણ પાલન કરવામાં આવ્યું હતું.

રિપોર્ટર : હાજાભાઇ ઢોલા, માણાવદર

Related posts

Leave a Comment