રાજપીપળા માં કોરોના નિયંત્રણ માટે આરોગ્યતંત્ર એક્શનમાં શહેરના સાત વોર્ડમાં ટીમો બનાવી રેપીડ ટેસ્ટ અને રસીકરણ ની કામગીરી શરૂ

હિન્દ ન્યૂઝ, રાજપીપળા

    રાજપીપળા માં કોરોના નિયંત્રણ માટે આરોગ્યતંત્ર એક્શનમાં શહેરના સાત વોર્ડમાં ટીમો બનાવી રેપીડ ટેસ્ટ અને રસીકરણ ની કામગીરી શરૂ કરાઇ દરેક વોર્ડ માં આરોગ્ય તંત્રને લોકોનો સાથ સહકાર તમામ ને રસી મુકાવવા એપેડમિક અધિકારી ની અપીલ

    નર્મદા જિલ્લામાં હાલ કોરોના સંક્રમણ વધી રહ્યું છે ત્યારે રાજપીપળા શહેરમાં પણ કોરોના ના કેસો મળી રહ્યા છે. જે સંદર્ભે કોરોના ઉપર નિયંત્રણ મેળવવા માટે આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે. હાલ આરોગ્યતંત્ર દ્વારા નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે સાત વોર્ડમાં આરોગ્ય વિભાગની અલગ અલગ ટીમો બનાવી કોરોના ટેસ્ટિંગ તેમજ રસીકરણ નું સઘન અભિયાન હાથ ધરાયું છે. જે સંદર્ભે રાજપીપળા ના કસ્બાવાડ વિસ્તારમાં પણ કસ્બા જમાતખાના માં આરોગ્ય વિભાગ દ્વારા કોવિડ ટેસ્ટિંગ અને રસીકરણ ની કામગીરી હાથ ધરાઈ છે. જેનો પ્રજાએ લાભ લીધો હતો. આ વોર્ડના કોર્પોરેટર દ્વારા પણ પ્રજાને જાગૃત કરી ટેસ્ટિંગ અને રસીકરણ માટે આહવાન કરાયું છે.

    આ બાબતે નર્મદા જિલ્લા પંચાયત ના આરોગ્ય વિભાગના એપેડેમીક અધિકારી ડોક્ટર આર.એસ કશ્યપ દ્વારા જણાવ્યું છે કે રાજપીપળા શહેરમાં જુદા જુદા સાત વોર્ડમાં આરોગ્યની સાત ટીમો બનાવીને હાલ કોરોના ટેસ્ટિંગ અને રસીકરણ નો પ્રોગ્રામ ચાલી રહ્યો છે ત્યારે પ્રજા તેનો બહોળો લાભ લે અને પોતાને અને પોતાના પરિવાર ને સુરક્ષિત રાખે તેમ આહવાન કર્યું છે.

રિપોર્ટર : અંકુર ઋષિ, રાજપીપળા

Related posts

Leave a Comment