ડભોઇ શહેર -તાલુકાના રસીકરણ કેન્દ્રો ઉપર વડોદરા જિલ્લા નાયબ કલેકટર ખ્યાતિ બેન પટેલ (જ.સુ) ની આકસ્મિક મુલાકાત

હિન્દ ન્યૂઝ, ડભોઈ

હાલમાં સમગ્ર દેશમાં -રાજયમા, ડભોઇ શહેર અને તાલુકામા કોરોના ના નવા સંકમિત કેસોની સંખ્યા માં ધરખમ વધારો થઈ રહ્યો છે અને સરકાર દ્વારા રસીકરણ ના કાર્યક્રમ પણ ચાલી રહ્યા છે ત્યારે લોકોમાં રસીકરણ બાબતે જાગૃતિ આવે તે માટે આજરોજ વડોદરા જિલ્લાના નાયબ કલેકટર ખ્યાતિ બેન પટેલે (જ.સુ ) ડભોઇ શહેર અને તાલુકાના રસીકરણ કેન્દ્રો ઉપર આકસ્મિક મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેઓએ ડભોઇ નગરમાં પાલીકાના સદસ્યો અને તાલુકામાં પંચાયતના સભ્યો- સરપંચો ને એકત્રિત કરી તેમને સાથે રાખી તેમના વિસ્તારમાં વધુનેવધુ લોકો રસી મુકાવે તેવી રજૂઆત કરી હતી અને તેઓએ આ રસીકરણ કેન્દ્રો ઉપર રૂબરૂ મુલાકાત લીધી તે દરમિયાન લોકો વેક્સિન મુકાવે તે માટે લોકોને પ્રોત્સાહિત પણ કર્યા હતા. દરેક નાગરિકને રસી મુકાવવા માં સુગમતા રહે તે માટે હાલમાં ડભોઇ નગર અને તાલુકા કક્ષાએ રસીકરણ માટેના વિવિધ કેન્દ્રો ઉભા કરવામાં આવ્યા છે. દરેક નાગરિકે પોતાના જીવનની સુરક્ષા અને દેશહિત માટે રસી મૂકાવી જોઈએ તેમજ રસી મુકાવી ને આપણે તેમજ આપણા પરિવારને પણ આ મહામારી માંથી બચાવી લેવાય .ડભોઇ નગરની મુલાકાત દરમિયાન ડભોઇ નગરપાલિકાના પ્રમુખ શ્રીમતિ કાજલબેન દુલાણી, સંજય ભાઈ દુલાણી(કાલીભાઈ) અને પાલિકાના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા અને પોતાના વિસ્તારના લોકોને એકત્રિત કરી રસી મુકાવવા માટે પ્રોત્સાહિત કરી લોકોમાં જાગૃતિ લાવવાના પ્રયત્નો પણ કર્યા હતા. વડોદરા જિલ્લા નાયબ કલેકટર ખ્યાતિ બેન પટેલની આ મુલાકાતમાં દરમિયાન તેઓએ રસીકરણની કામગીરી અંગે પેરામેડિકલ સ્ટાફ, નગરપાલિકાના સદસ્યો અને તાલુકા પંચાયતના સભ્યો- સરપંચોનો આભાર વ્યક્ત કર્યો હતો.

રિપોર્ટર : જબીઉલ્લા શેખ, ડભોઈ

 

Related posts

Leave a Comment