હિન્દ ન્યૂઝ, થરાદ
થરાદનાં કળશ લુવાણા ગામે કલેશહર માતાજીનાં મંદિરે દર વર્ષે યોજાતો મેળો કોરોનાને કારણે મોફુક રખાયો ગ્રામ પંચાયત દ્વારા નોટિસ જાહેર કરી.
ધાર્મિક અને લોક ભાતિગળ મેળાઓને કોરોનાનું ગ્રહણ લાગ્યું છે.છેલ્લા એક વર્ષમાં અનેક મેળા રદ થઇ ચુક્યા છે ત્યારે થરાદ તાલુકાનાં કળશ લુવાણા ગામે સુપ્રસિદ્ધ કલેશહર માતાજીનાં મંદિરે વર્ષોથી ત્રિ-દિવસીય શિતળા સાતમના દિવસે મેળો ભરાય છે.
જેમાં હજારો લોકો મેળામાં ઉમટી પડતા હોય છે. મેળામાં લોકો જીવન જરૂરિયાત અને મોજ શોખની ચીજ વસ્તુઓનું મોટા પ્રમાણમાં ખરીદતા હોવાથી રાજ્યભરમાંથી ધંધાર્થીઓ અને ફેરિયાઓ અને વિવિધ રમત-ગમતની રાઈડ વાળા ૭ દિવસ અગાઉ થી ધામા નાખી દેતા હોય છે ત્યારે ચાલુ વર્ષે કોરોનાના ગ્રહણના પગલે લુવાણા ગ્રામ પંચાયત દ્વારા નોટિસ ફટકારી મેળો બંધ રાખવામાં આવ્યો હોવાની જાહેરાત કરવાની સાથે વેપારીઓ-ધંધાર્થીઓ ન આવવા અપીલ કરવામાં આવી છે. ગ્રામ પંચાયત દ્વારા આ વર્ષે કોરોના મહામારીને કારણે મેળાને સદંતર મોકૂફ રખાયો છે. કોઈ પણ વેપારી ચીજ વસ્તુના સ્ટોલ ઉભા કરી શકશે નહિ તેમ વધુમાં સરપંચ દ્વારા જણાવામાં આવ્યું હતું જેમાં મંદિરમાં ફક્ત કોરોનાની ગાઇડલાઇન મુજબ સોશયલ ડિસ્ટન સાથે ખાલી દર્શ કરી શકાશે તેમ જણાવવામાં આવ્યું હતું આમ વર્ષો પુરાણા ભરાતા મેળાની પરંપરા કોરોનાના કારણે તૂટી છે.
રિપોર્ટર : પ્રહલાદ ઠાકોર, લાખણી