આઝાદીનાં 75 વર્ષ પૂર્ણ થતાં આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવાય રહયો છે, ત્યારે માંગરોળ પંથકમાં વિવિધ સૂત્રો અને ફોટા વાળા હોલડીગસો લગાવાયા

હિન્દ ન્યુઝ, માંગરોળ (સુરત)

આપણો દેશ આઝાદ થયાને 75 વર્ષ પૂર્ણ થયા છે. જેનાં ભાગ રૂપે આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવાય રહયો છે, ત્યારે માંગરોળ પંથકમાં આઝાદીને લગતાં વિવિધ સૂત્રો અને ફોટા વાળા હોલડીગસો લગાવાયા છે.આઝાદીનાં અમૃત મહોત્સવની ઉજવણી ના ભાગ રૂપે ગત તારીખ 12 મી માર્ચના, અમદાવાદનાં ગાંઘીઆશ્રમથી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ દાંડી યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું. આ યાત્રા આગામી તારીખ 4 મી એપ્રિલનાં દાંડી ખાતે પોહચશે. આઝાદી નાં 75 વર્ષ પૂર્ણ થયા છે. જેની ઉજવણીના ભાગ રૂપે આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે.75 અઠવાડિયા સુધી વિવિધ કાર્યક્રમો પણ યોજાઈ રહ્યા છે. ત્યારે માંગરોળ થી વાલીયા જતાં રાજ્ય ધોરીમાર્ગ ઉપર માર્ગની બંને તરફ આઝાદીને લગતાં વિવિધ ફોટા, વિવિધ સૂત્રો વાળા હોલડીગસો લગાવવામાં આવ્યા છે.સાથે જ વેલકમ ગેટ પણ ઉભો કરવામાં આવ્યો છે. જેથી પ્રજાજનોમાં આઝાદી પ્રત્યેની ભાવના વધુ મજબૂત બને.

રિપોર્ટર : નઝીર પાંડોર, માંગરોળ (સુરત)

Related posts

Leave a Comment