દિયોદર તાલુકાના ત્રણ વિધાર્થીઓ એ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે એથ્લેટીક્સ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવ્યો

હિન્દ ન્યૂઝ, દિયોદર

                બનાસકાંઠા જિલ્લો એટલે અંતરિયાળ પંથક અને પાકિસ્તાન ના બોડર પર આવેલો જીલ્લો છે. જ્યાં શિક્ષણનું પ્રમાણ પણ સામાન્ય જોવા મળે છે. છતાં જો યુવાનોને યોગ્ય માર્ગદર્શન અને દિશા મળે તો બનાસની ધરતીમાંથી પણ અણમોલ રતન નીકળે તેમ છે અને બનાસકાંઠાનું નામ આંતર રાષ્ટ્રીય સ્તરે ગુજવી શકે તેટલી તાકાત બનાસકાંઠા ના યુવાનોમાં હાલ પણ પડી છે ત્યારે બનાસકાંઠા ના છેવાડે આવેલો દિયોદર તાલુકામાં વી કે વાઘેલા હાઈસ્કૂલ માં અભ્યાસ કરતા (1) મહેશ ઠાકોર એથ્લેટીક્સ 200મીટર દોડ (૨) ભરત ઠાકોર એથ્લેટીક્સ 4×100 રીલે દોડ (3) પરેશ ઠાકોર એથ્લેટીક્સ 4×100મીટર રીલે દોડ સ્પર્ધામાં દેહરાદૂન (ઉત્તરાખંડ) ખાતે પ્રથમ નંબર પ્રાપ્ત કરી ગોલ્ડ મેડલ મેળવી દિયોદર તાલુકા તેમજ ઠાકોર સમાજનું ગૌરવ વધાર્યું છે.

ત્યારે દિયોદર વી કે વાઘેલા હાઈસ્કૂલ ના ચેરમેન પ્રવીણસિંહ વાઘેલા આચાર્ય બારોટજી અને શાળા પરિવારે બંને વિધાર્થીઓ ને શાળાનું નામ રોશન કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

અહેવાલ : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર

Related posts

Leave a Comment