ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી.આર .પાટીલ ના જન્મદિવસ નિમિતે સુત્રાપાડા શહેર સંગઠન દ્વારા વિવિપ સેવાકીય પ્રવૃતીના કાર્યક્રમો કરતા દિલીપભાઇ બારડ અને તેઓની યુવા ટીમ

હિન્દ ન્યૂઝ, સુત્રાપાડા

            ભારતીય જનતા પાર્ટીના કર્મનિષ્ઠ, સફળતાના સુકાની, પેજ સમિતિના પ્રણેતા અને પ્રજા વાત્સલ્ય સાંસદ અને ભારતીય જનતા પાર્ટીના અડીખમ ગુજરાત પ્રદેશ ના યશસ્વી અધ્યક્ષ સી.આર.પાટીલ નાં તારીખ 16/03/2021 ના રોજ જન્મ દિવસ હોય ગુજરાત રાજ્યના પૂર્વ મંત્રી અને સુત્રાપાડા ગામના વતની જશાભાઇ બારડ અને સુત્રાપાડા માર્કેટિંગ યાર્ડના ચેરમેન અને સુત્રાપાડા નગરપાલિકા ના પૂર્વ યુવા પ્રમુખ અને યુવા આગેવાન દિલીપભાઇ બારડ ના માર્ગદર્શન હેઠળ સુત્રાપાડા શહેર ભાજપ સંગઠન દ્વારા આજરોજ વિવિધ સેવાકીય પ્રવૃત્તિ દ્વારા માન. પાટીલ ના જન્મદિવાસની ઉજવણી કરવામાં આવેલ. જેમાં, સી આર પાટીલ ના દીર્ઘ આયુ માટે હવન-યજ્ઞ નું આયોજન કરવામાં આવેલ હતું. ઉપરાંત સરકારી દવાખાને દર્દીઓને ફૂટ-ફળ વિતરણની કીટ આપવામાં આવેલ હતી. ૪૫ વર્ષ થી ઉપરના સુત્રાપાડા શહેરના લોકોને રૂ. ૨ (બે) લાખનું વીમાનું કવચ આપવામાં આવેલ હતું. જન સેવા સમાજ સંઘ ને રાશન કીટ માટે ચેક વિતરણ કરવામાં આવેલ હતું અને સુત્રાપાડા ના જાહેર સ્થળો ઉપર સફાઈ અભિયાન હાથ ધરવામાં આવેલ હતું. આમ, સી.આર.પાટીલના જન્મદિવસ ની સેવાકીય પ્રવુતિ ની વિશિષ્ટ ઉજવણી સુત્રાપાડા શહેર ભાજપ સંગઠન દ્વારા સેવાકીય અને લોક ઉપયોગી કાર્યો સાથે પૂર્વ મંત્રી અને સુત્રાપાડા ગામના વતની જશાભાઇ બારડ સુત્રાપાડા શહેરના યુવા નેતા દિલીપભાઇ બારડની આગેવાની અને રાહબરી હેઠળ કરવામાં આવેલ હતી. જેમાં, સુત્રાપાડા નગરપાલિકાના તમામ સભ્યો. સુત્રાપાડા શહેર ભાજપ સંગઠન ના તમામ હોદેદારો અને કાર્યકર્તાઓ તેમજ તમામ જ્ઞાતીના આગેવાનો સહર્ષ જોડાયા હતા. જેમાં, નથુભાઇ કામળીયા, રામભાઈ પટેલ, મસરિભાઇ જેઠવા, રામભાઇ ચૌહાણ, કાનાભાઇ કામળીયા, પરબતભાઇ કામળીયા, હરેશભાઈ કામલીયા, સામતભાઈ વાજા, અનિલભાઈ જેઠવા, રસિદભાઇ મલેક, અલ્લારખા શેખ, અફજલભાઈ, સિદ્ધરાજસિંહ દરબાર, કાનજીભાઈ વાણવી, શામજીભાઈ, જાદવભાઈ, કાનજીભાઇ પંપાણિયા, પીઠાભાઇ સમ, જાદવભાઈ રામ, જેસિંગભાઈ પટેલ, રમેશભાઈ વડાંગર, દીપકભાઈ કાછેલા, કાનાભાઈ બારડ, કાનાભાઇ બારડ, ભૂપતભાઇ ઝાલો, જગાભાઈ કાછેલા, જેસિંગભાઈ બારડ, દશરથસિંહ સરવૈયા, અજયભાઈ બારડ, ગટુરભાઈ કાછેલા, લખમણભાઈ મેઘાણી , મેરૂભાઈ મૈર, બાબુભાઈ વાજા, યુનુસભાઈ મલેક, મસરિભાઇ મેર, નરેશભાઇ કામળીયા, રામભાઇ વાણવી, મુળજીભાઈ માસ્ટર જૈતિભાઇ કાછેલા, વશરામભાઇ સોલંકી, લખમણભાઈ ભગત વગેરે આગેવાનો અને કાર્યકરો સામેલ થયા હતા.

સૌરાષ્ટ્ર તંત્રી : તુલસી ચાવડા

Related posts

Leave a Comment