હિન્દ ન્યૂઝ, દિયોદર
મહીસાગર જિલ્લા ના ખાનપુર તાલુકા ના કાનેસર ગામે એક મધ્યમ વર્ગ ના પરિવાર માં એક માત્ર ચાર મહિના ના બાળક ને જન્મ જાત થી એક ગંભીર બીમારી ના સકંજામાં આવ્યું છે. જેનું નામ એસ એમ એ 1 નો ગંભીર બીમારી છે, તેવા ધૈર્યરાજ ની મદદ માટે સમગ્ર ગુજરાત માં ફાળો એકઠો કરવા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં આજે દિયોદર ખાતે પણ દિયોદર યુવા સંગઠન ટીમ દ્વારા 30 થી 40 યુવાનો પણ આ અભિયાન માં જોડાયા છે. જેમાં પોતાના ધંધા રોજગાર નોકરી બંધ રાખી હાઇવે વિસ્તાર પર ફાળો એકઠો કરવા માટે અભિયાન હાથ ધર્યું હતું. જેમાં યુવાનો એ જણાવ્યું હતું કે એક મધ્યમ વર્ગ ના પરિવાર ના બાળક માટે દરેક લોકો એ મદદ રૂપ બનવું જોઈએ જેથી અમો પણ આ બાળક ના મદદ માટે અમો એ ફાળો એકઠો કરવા માટે અભિયાન હાથ ધર્યું છે.
અહેવાલ : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર