ગુજરાતના ખ્યાતનામ કલાકારો દાંડીયાત્રા દરમ્યાન ખેડા જિલ્લામાં રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો અને દેશભક્તિના ગીતો રજુ કરશે

હિન્દ ન્યૂઝ, નડિયાદ

           આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત ખેડા જિલ્લામાં પ્રવેશેલી દાંડીયાત્રાનુ જિલ્લામાં વહીવટીતંત્ર દ્રારા ઠેર-ઠેર ભવ્ય સ્વાગત કરવામા આવી રહ્યુ છે. સાથે સાથે જિલ્લામાં વિવિધ સ્થળોએ રાત્રિ રોકાણ દરમ્યાન દાંડીયાત્રીકોના રાત્રિ નિવાસ સ્થળે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. જેમાં તા. ૧૪મી માર્ચના રોજ સાંજે ૭.૦૦ થી ૮.૦૦ કલાક દરમ્યાન માતર તાલુકામાં એન.સી.પરીખ હાઈસ્કુલ ખાતે સંગીત વૃંદ દ્રારા આશ્રમ ભજનાવલી પર સંગીત અવિનાશ બારોટ, કીરણ ઉસ્તાદ, સંજય બારોટ, જીતુ ઉસ્તાદ, પરેશ રાવળ અને તેમની ગાયક ટીમ દ્રારા ભજનો-ગીતો રજુ કરાશે તથા સ્વચ્છ ભારત અને ક્લાઇમેન્ટ ચેન્જ નૃત્ય વૃંદ દ્રારા રજુ થનાર સાંસ્કૃતિક કાર્યક્રમો માણી શકાશે. આ કાર્યક્રમમાં નગરના અગ્રણીઓ, આગેવાનો, દાંડીયાત્રીઓ તથા ગ્રામજનો ઉપસ્થિત રહેશે.

રિપોર્ટર : પ્રતિક ભટ્ટ, નડિયાદ

Related posts

Leave a Comment