ખેડા જિલ્લાના નડિયાદ પાસેના વિણા ગામ નજીક શનિવારની સાંજે એક હેલિકોપ્ટરે ખુલ્લા ખેતરમાં લેન્ડિંગ કરતાં ભારે કુતુહલતા સર્જાઈ

હિન્દ ન્યૂઝ, નડિયાદ

              હેલિકોપ્ટરમાં ટેકનીકલ ખામી સર્જાતા ઈમરજન્સી લેન્ડિંગ કરાયું હતું. જેના પગલે લોકોના ટોળેટોળા જોવા ઉમટી પડ્યા હતા. આ કારણે રોડ પર પણ ટ્રાફિક જામ થઇ ગયો હતો.

               હાઈડ્રોલીક ઓઇલ લીકેજને લીધે ઈમર્જન્સી લેન્ડિંગ કર્યું. ઇન્ડીયન આર્મિનું હેલીકોપ્ટર નંબર IA 1105 ઇન્ડીયન આલ્ફા ALHMK-1 નું કેવડીયાથી વડોદરા આવ્યું હતું. ત્યાર બાદ વડોદરાથી અમદાવાદ જવા નીકળ્યું હતું. જેમાં આર્મિ લેફટનન્ટ જનરલ, AOC ઓફીસર, કર્નલ, પાયલોટ-2, ટેકનીશીયન એમ 6 અધિકારી તથા સ્ટાફ હેલીકોપ્ટરમાં હતા. દરમિયાન​​​​​​​ નડિયાદના વીણા ગામની સીમમાં હેલીકોપ્ટરમાંથી હાઇડ્રોલીક ઓઇલ લીકેજ થતાં ઇમરજન્સી લેન્ડીંગ કરવું જરૂરી હોઇ, રોડ પાસેના ખુલ્લા ખેતરમાં હેલીકોપ્ટર સફળતા પૂર્વક લેન્ડ થયું હતું. અને કોઇ જાન હાનિ થયેલ નથી.

                  ખેતરમાં લેન્ડિંગ કરતાં ભારે કુતુહલતા સર્જાઈ હતી અને લોકો હેલિકોપ્ટર જોવા માટે પડાપડી કરી હતી. આ હેલિકોપ્ટરના પાઈલોટને કોઈ ટેકનીકલ ખામી જોવા મળતાં તુરંત હેલિકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડિંગ કર્યુ હતું. ઈન્ડિયન આર્મીનું આ હેલિકોપ્ટરે એકાએક ખુલ્લા ખેતરમાં લેન્ડિંગ કરતાં ધુળની ડમરીઓ ઉડવા લાગતા આસપાસ લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા. જોકે પાયલોટની સમય સૂચકતાના કારણે ઈમરજન્સી લેન્ડિંગ થતાં હેલિકોપ્ટરમાં સવાર તમામ લોકો સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે.

                    રોડ ઉપર વાહન પાર્ક કરી લોકો જોવા લાગતા ટ્રાફિક જામ થયો પોલીસે સ્થળ ઉપર દોડી ટ્રાફિકને ખુલ્લો કર્યો હતો. આ ઘટના બાદ હેલિકોપ્ટરને જોવા માટે સ્થાનિકો ઉમટી પડ્યા હતા. નજીકના રોડ ઉપર વાહન પાર્ક કરી લોકો જોવા લાગતા રોડ ઉપર પણ ટ્રાફિક જામ થઇ ગયો હતો. બનાવની જાણ નડિયાદ રૂરલ પોલીસને કરવામાં આવતાં પોલીસે સ્થળ ઉપર દોડી ટ્રાફિકને ખુલ્લો કર્યો છે. લોકોના ટોળા ભેગા ન થાય તે માટે અને હેલીકોપ્ટરની સુરક્ષા માટે તાત્કાલીક પોલીસ અધિકારી/કર્મચારીઓનો બંદોબસ્ત ફાળવવામાં આવ્યો હતો. તેમજ ડી.વાય.એસ.પી. કક્ષાના અધિકારીને સુપરવિઝનમાં રાખવામાં આવ્યા છે અને પુરતો હથિયારધારી પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલ છે.

રિપોર્ટર : પ્રતિક ભટ્ટ, નડિયાદ

Related posts

Leave a Comment