દિયોદર તાલુકાના ગોલવી અને ચિભડા ગામ ના સીમાડા ના વિસ્તારમાં કેસૂડો ખીલી ઉઠ્યો

હિન્દ ન્યૂઝ, દિયોદર

             કેસૂડા ને આમ તો સામાન્ય ઝાડ ના ફૂલો માનવામાં આવે છે પણ તે સામાન્ય ઝાડ ના ફૂલોના ગુણો અનેક છે. ઉનાળાની ઋતુ ની શરૂઆત થતા જ દિયોદર તાલુકાના ગોલવી અને ચિભડા ગામ ના સીમાડા વચ્ચે એક ખેતરમાં કેસૂડા ના ઝાડ પર કેસૂડા ના ફૂલોખીલી ઉઠ્યા હતા. આ નજારો દ્રશ્યમાન થતા સૌની આંખો ને ઠંડક પહોંચે છે. તેનો ઉપયોગ ચર્મ રોગના ઉપચારમાં પણ થાય છે. જેમ જેમ હોળી નજીક આવી રહી છે, તેમ તેમ કેસુડો ખીલી રહ્યો છે.

          કેસૂડા ના ફૂલો એ આયુર્વેદિક ઔષધિ છે. તેનો ઉપયોગ અસાધ્ય રોગોને મટાડવા માટે થાય છે અને તેને રામબાણ ઈલાજ માનવામાં આવે છે તો વળી આવી કાળઝાળ ગરમીમાં જો લુ લાગી હોય તો કેસૂડા ના ફૂલોને પાણી માં પલાળી દિવસભર તડકામાં રાખીને તે પાણી થી નહાવાથી લુ જેવી તકલીફો થી રાહત મળે છે. એટલે જ કેસૂડા ના ફૂલો લોકો ઘરમાં સંગ્રહ કરી રાખે છે અને તેનો દવા તરીકે ઉપયોગ કરે છે.

અહેવાલ : પ્રદિપસિંહ વાઘેલા દિયોદર

Related posts

Leave a Comment