ગીર સોમનાથ જિલ્લા ના સુત્રાપાડા સામુહિક આરોગ્ય કેન્દ્ર દ્રારા પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન કેમ્પ ની શરૂઆત

હિન્દ ન્યૂઝ, ગીર સોમનાથ 

ગીર સોમનાથ જિલ્લા ના સુત્રાપાડા સામુહિક આરોગ્ય કેન્દ્ર દ્રારા પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન કેમ્પ ની શરૂઆત ગુજરાત રાજ્ય ના પૂર્વ કેબિનેટ મંત્રી અને ગામ ના વતની જસાભાઈ બારડ દ્રારા કરવામાં આવી.

આ પ્રશ્ને જિલ્લા આરોગ્ય અધિકારી અને ગાયનોકોલોજી ડૉક્ટર રવિ ઝાલા તેમજ સરકારી હોસ્પિટલ ના સ્ટાફ, ગામના આગેવાનો અને સગર્ભા બહેનો હાજર રહ્યા હતા.

પૂર્વ કેબિનેટ મંત્રી જસાભાઈ બારડે જણાવેલ કે સરકાર સગર્ભા મહિલા નું સંપૂર્ણ ધ્યાન રાખે છે. માતા નાં મૃત્યુ દર ઘટે તે માટે સરકાર તમામ પ્રયત્ન કરે છે. કોળી સમાજ ના આગેવાન નાથુભાઈ કામલીયા, રામભાઈ ચૌહાણ, ભુપતભાઈ ઝાલા હજાર હતા.

સૌરાષ્ટ્ર તંત્રી : તુલસી ચાવડા

Related posts

Leave a Comment