બનાસકાંઠા માં લાખણી તાલુકાના જસરા માં ગુજરાતનો સૌથી મોટો મેગા અશ્વમેળો યોજનાર છે, અશ્વ મેળામાં હજારો અશ્વ વચ્ચે જંગ જામશે

હિન્દ ન્યુઝ, લાખણી

          લાખણી તાલુકાના જસરા ગામે દર વર્ષે જેમ આ વર્ષે પણ મહાશિવરાત્રી પર્વ નિમિત્તે પરંપરા રીતે અશ્વ મેળાનું આયોજન કરવામાં આવશે. જસરા ગામે બુઢેશ્વર મહાદેવ મંદિર નાં સાનિધ્ય માં 9 થી 11 માર્ચ સુધી અશ્વ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.

ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યોમાં માંથી અશ્વ પ્રેમીઓ ભાગ લેશે. વિવિધ કર્તવ્ય બતાવી મનોરંજન પુરું પાડશે. આ માટે અશ્વ મેળા સમિતી એ તૈયારીઓ શરૂ કરી દીધી છે. મેળામાં કોઈ અનિચ્છિત બનાવો ન બને તે માટે પુરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે. CCTV કેમેરા થી પણ નજર રાખવામાં આવશે. દર વર્ષે આ અશ્વ મેળામાં આજુબાજુના ગામો માંથી મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે. હાલ આધુનિક અને ટેકનોલોજી નાં સમયમાં અશ્વ ની જાતી લુકત થઈ રહી છે.

અશ્વની જાતી ને ટકાવી રાખવા માટે થઈ નવી પેઢી અશ્વ શક્તિ વિશે જાણે અને સમજે તે માટે અશ્વ મેળાનું આયોજન કરવામાં આવે છે. દર વર્ષે જેમ આ વર્ષે પણ વિવિધ પ્રકારની અશ્વ હરીફાઇ યોજાય છે. જેમાં આકર્ષણ નું કેન્દ્ર બનશે. અશ્વ હરીફાઈઓ માં ભાગ લેનાર ઘોડે સવારો ને એક થી ત્રણ નંબરો આપી ને પ્રોત્સાહિત કરવામાં આવશે.

રિપોર્ટર : પ્રહલાદ ઠાકોર, લાખણી

Related posts

Leave a Comment