લોકો નિર્ભય રીતે શાંતિમય વાતાવરણમાં મતદાન કરી શકે તે હેતુથી રાજકોટ ગ્રામ્ય જીલ્લા વિસ્તારમાં કાર્યવાહી

હિન્દ ન્યૂઝ, રાજકોટ

             સ્થાનીક સ્વરાજયની સામાન્ય ચુંટણી-૨૦૨૧ શાંતિમય અને ન્યાયી વાતાવરણમાં યોજાય, તે હેતુસર રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્રારા કરવામાં આવેલ અસરકારક કામગીરી તથા બંદોબસ્તની વિગત રાજકોટ રેન્જ વડા સંદીપ સિંહ નાઓના સીધા માર્ગદર્શન તથા પોલીસ અધિક્ષક બલરામ મીણા નાઓના સુપરવિઝન હેઠળ આગામી સ્થાનીક સ્વરાજયની સામાન્ય ચુંટણી-૨૦૨૧ દરમ્યાન આચાર સંહિતા ની કડક અમલવારી થાય અને લોકો નિર્ભય રીતે શાંતિમય વાતાવરણમાં મતદાન કરી શકે તે હેતુથી રાજકોટ ગ્રામ્ય જીલ્લા વિસ્તારમાં નીચે જણાવેલ વિગતે આચારસંહિતા દરમ્યાન કાર્યવાહી કરવામાં આવેલ છે. રાજકોટ ગ્રામ્ય જિલ્લાના પરવાના વાળા હથિયારો પૈકી ૯૨ ટકા હથિયારો જમા લેવામાં આવેલ છે તેમજ અન્ય પરવાના વાળા હથિયારોને નિયમોનુસાર જમા કરાવવા માંથી મુકિત આપવામાં આવેલ છે.

           રાજકોટ ગ્રામ્ય જિલ્લા અતિસંવેનદશીલ વિસ્તારોના કુલ-૧૧૦, સંવેદનશીલ વિસ્તારોના કુલ-૬૯૫, સામાન્ય વિસ્તારના કુલ-૪૭૬૯ એમ કુલ ૫૫૭૪ ઇસમો ઉપર અટકાયતી પગલા લેવામાં આવેલ છે.

            રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં પ્રોહીબીશન હેઠળ રૂ. ૪૨,૮૨૦/- ની કિંમતનો ૨૧૪૧ લીટર દેશી દારૂ તથા રૂ. ૫,૪૦,૫૬૦/- રૂ. ની કિંમતની કુલ-૨૪૧૧ વિદેશી દારૂની બોટલો જપ્ત કરી કાર્યવાહી કરવામાં આવેલ છે. પ્રોહીબીશન હેઠળની કાર્યવાહીમાં રૂ. ૧૭,૧૫,૦૦૦/- ની કિંમતના વાહનો તથા રૂ. ૬,૦૩,૦૦૦ ની કિંમતનો અન્ય મુદામાલ જપ્ત કરવામાં આવેલ છે.

             રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં હાલમાં કુલ-૧૪ કાર્યરત ચેક પોષ્ટ દ્રારા કુલ ૧૮,૮૩૧ વાહનોનું સઘન ચેકીંગ કરવામાં આવેલ છે. રાજકોટ ગ્રામ્ય જિલ્લાના કુલ ૬૮૦-મતદાન સ્થળોમાં સમાવિષ્ટ ૧૦૭૯-મતદાન મથકો ઉપર સ્થાનિક સ્વરાજની સામાન્ય ચુંટણી યોજાનાર છે. ચુંટણી પ્રક્રિયા દરમ્યાન અતિ-સંવેદનશીલ અને સંવેદનશીલ મતદાન મથકો પર વિડીયોગ્રાફી તથા વધારાના ફોર્સની ફાળવણી કરી કાયદો અને વ્યવસ્થા જાળવવામાં આવનાર છે.

             આ ચુંટણી પ્રક્રિયા દરમ્યાન કુલ-૧૦૮૨ પોલીસ જવાન, ૨-કંપની અને ૧-પ્લાટુન એસ.આર.પી. ફોર્સ, ૧-કંપની સી.આઇ.એસ.એફ. તથા ૧૬૨૫ હોમગાર્ડ/જી.આર.ડી. જવાનોથી સઘન બંદોબસ્ત જાળવવામાં આવનાર છે. તથા જિલ્લાના તમામ સ્ટ્રોગરૂમ ઉપર એસ.આર.પી. ફોર્સથી સઘન કિલ્લેબંધી રાખવામાં આવનાર છે.

             રાજકોટ ગ્રામ્ય જીલ્લાના ૧૮ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ, એસ.આર.પી / સી.આઇ.એસ.એફ દ્વારા ગ્રામ્ય તથા ટાઉન વિસ્તારમાં રોજે રોજ અતીસંવેદનસીલા સંવેદનશીલ વિસ્તારમાં ફુટ પેટ્રોલીંગ, ફલેગ માર્ચ તથા એરીયા ડોમીનેશન કરવામાં આવે છે.

         રાજકોટ ગ્રામ્ય જીલ્લામાં કુલ ૧૮ કયુ.આર.ટી ટીમ તથા ૬૮ સેકટર પોલીસ મોબાઇલ પેટ્રોલીંગ દ્વારા સઘન પેટ્રોલીંગ રાખવામાં આવનાર છે. તેમજ ઉપરોકત તમામ બંદોબસ્ત ઉપર ના.પો. અધિ કક્ષાના ૪ સુપરવાઇઝરી અધિકારીઓ ની ટીમ તથા એસ.પી બલરામ મીણા જીલ્લાના સ્ટ્રાઇડિંગ ફોર્સ સાથે એલ.સી.બી / એસ.ઓ.જીના અધિકારી / કર્મચારીઓ તથા સી.આઇ.એસ.એફ. કંપનીના જવાનો એલર્ટ રાખવામાં આવેલ છે અને સતત સુપરવિઝન રાખી સઘન બંદોબસ્ત જાળવવામાં આવનાર છે.

             ઉપરોકત ચુંટણી પ્રક્રિયા દરમ્યાન કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તેમજ હાલના કોરોના સંક્રમણને ધ્યાને રાખી આરોગ્ય લક્ષી માર્ગદશીકાનું પાલન કરવામાં આવનાર છે તેમજ ચૂંટણી પ્રકિયા બંદોબસ્તમાં રહેલ તમામ પોલીસ ફોર્સને ફેસ સીલ્ડ, માસ્ક, સેનેટાઇઝર, હેન્ડગ્લોઝ ની ફાળવણી કરવામાં આવેલ છે.

રિપોર્ટર : મનીષ બામટા, રાજકોટ

Related posts

Leave a Comment