ઉભા પાક પર જેસીબી ફરી વળ્યું દબાણદારો માં ફફડાટ

દિયોદર ના નવા ગામે ત્રીજા દિવસે અધિકારીઓ નો કાફલો તૈનાવ ગૌચર ની જમીન પર દબાણ દૂર કરાયા કવાયત શરૂ

વર્ષો થી દબાણદારો એ મોટાભાગ ની જમીન પર દબાણ કર્યું હતું

હિન્દ ન્યૂઝ, દિયોદર

                   દિયોદર તાલુકા ના નવા ગામે છેલ્લા ત્રણ દિવસ થી ગૌચર ની જમીન પર થી દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે. જેમાં આજે ત્રીજા દિવસે પણ અધિકારીઓ સાથે પોલીસ ના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ગૌચર ની જમીન પર થી ઉભા પાક પર જેસીબી મશીન ફેરવી દેવામાં આવ્યું હતું.

                     દિયોદર તાલુકા ના નવા ગામે ગૌચર ની જમીન પર અમુક લોકો એ જમીન કબ્જે કરી મોટાભાગ ની જમીન પર દબાણ કર્યું હતું અને કોઈ પણ જાત ની મંજૂરી વિના ખેતી ના પાક નું વાવેતર કર્યું હતું. જેમાં એક જાગૃત નાગરિક દ્વારા રજુઆત કરતા ગ્રામ પંચાયત દ્વારા તમામ દબાણદારો ને નોટિસ આપવામાં આવી હતી. જેમાં છતાં દબાણો દૂર ન થતા દિયોદર વહીવટી તંત્ર અને ગ્રામ પંચાયત ની ટીમ દ્વારા પોલીસ ને સાથે રાખી જેસીબી મશીન દ્વારા દબાણદૂર કરવા કવાયત હાથ ધરવામાં આવી હતી છે. જેમાં આજે ત્રીજા દિવસે પણ ગૌચર ની જમીન પર થી ઉભા પાક પર જેસીબી મશીન ફેરવી દેવામાં આવ્યું હતું. જેમાં દબાણદારો ને ખેતી ના પાક માં નુકશાન વેઠવું પડ્યું હતું. જો કે અંદાજીત 88 હેકટર જેટલી ગૌચર ની જમીન માં દબાણ થયું હોવાનું દેખાઈ રહું છે. જેમાં વહીવટી તંત્ર દ્વારા દબાણ હટાવવાની ઝુંબેશ ચાલુ રાખવામાં આવતા અન્ય દબાણદારો માં ફફડાટ ફેલાવા પામ્યો છે.

અહેવાલ : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર

Related posts

Leave a Comment