દિયોદર ગૌ શાળા અને પાંજરાપોળ માં કાયમી ધોરણે સહાય આપવા સ્થાનિક ધારાસભ્ય ની રજુઆત

હિન્દ ન્યૂઝ, દિયોદર

બનાસકાંઠા જિલ્લા માં તેમજ દિયોદર તાલુકા ની તમામ ગૌ શાળા અને પાંજરાપોળ માં પશુઓ ના નિભાવ માટે કાયમી ધોરણે સહાય માટે દિયોદર ના ધારાસભ્ય શિવાભાઈ ભુરિયા એ મુખ્યમંત્રી ને પત્ર લખી રજુઆત કરી છે.

જાણવા મળતી માહિતી મુજબ બનાસકાંઠા જિલ્લા માં ગૌ શાળા તથા પાંજરાપોળ માં અંદાજીત 75 હજાર જેટલા ગૌ વંશ તથા અન્ય અબોલ જીવો ની સેવાઓ થઈ રહી છે. જેમાં દિયોદર વિધાનસભા ના ધારાસભ્ય શિવાભાઈ ભુરિયા એ તમામ ગૌ શાળા ની રૂબરૂ મુલાકાત લીધી હતી. જેમાં રાજ્યો માં સરકાર દ્વારા ગૌ શાળા તેમજ પાંજરાપોળ ને કાયમી સહાય પેટે પશુ દીઠ રૂ 40 લેખે પ્રતિ દિન આપવામાં આવે છે. હાલ ની મોંઘવારી મુજબ એક પશુ દીઠ રૂ. 70 પ્રતિદિન નિભાવ ખર્ચ થાય છે. ગૌ સેવા ટ્રસ્ટ ની રજુઆત છે કે જો સરકાર દ્વારા અડધી રકમ નો આર્થિક સહયોગ કાયમી ધોરણે આપવામાં આવે તો અમે બાકી ની રકમ લોક ફાળા એકત્ર કરી આ અબોલ જીવ ની કાયમી ધોરણે સેવા થઈ શકે તેવી રજુઆત દિયોદર ધારાસભ્ય શિવાભાઈ ભુરિયા સમક્ષ થતા દિયોદર ધારાસભ્ય શિવાભાઈ ભુરિયા એ ગૌ શાળા અને પાંજરાપોળ ની રજુઆત અંગે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ને પત્ર લખી રજૂઆત કરી હતી.

અહેવાલ : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર

Related posts

Leave a Comment