માંગરોળ તાલુકાનાં વડોલી ગામેથી ઘાયલ હાલતમાં કપીરાજ મળી આવ્યો, વનવિભાગની ટીમે આપી સારવાર

હિન્દ ન્યૂઝ, માંગરોળ (સુરત)

        માંગરોળ તાલુકાનાં વડોલી ગામેથી ઘાયલ હાલતમાં કપીરાજ મળી આવ્યો છે. માંગરોળ વન વિભાગની કચેરીને વડોલી ગામેથી સંદેશો મળ્યો કે એક કપીરાજ ગાયલ હાલતમાં પડેલો છે. જેને પગલે વનવિભાગની ટીમ વડોલી ગામે પોહચી હતી. ત્યાંથી કપીરાજનો કબ્જો લઈ, માંગરોળ પશુચિકિત્સા કેન્દ્ર ખાતે લાવી સારવાર અપવામાં આવી છે. કપીરાજનાં પગની ચામડી ઉપર ભારે ઇન્ફેકશન થયું હોય જેને લીધે પડવાથી ઘાયલ થયો છે. માંગરોળ વન વિભાગની ટીમે સારવાર અપાવ્યું. હાલમાં એનાં ઉપર વનવિભાગની ટીમ દેખ રેખ રાખી રહી છે.

રિપોર્ટર : નઝીર પાંડોર, માંગરોળ (સુરત)

Related posts

Leave a Comment