દુબઇ વર્ક પરમીટના વીઝા આપી છેતરપિંડી કરતા ઈસમને રૂ.૭૦,૫૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી એસ. ઓ. જી. આણંદ

હિન્દ ન્યૂઝ, આણંદ

        આણંદ જિલ્લા મહે. પોલીસ અધિક્ષક અજિત રાજ્યાણ ના ઓ એ એસ.ઓ.જી. ને લગતી અસરકાર કામગીરી કરવા અંગે સુચના આપેલ જે અનુસંધાને એસ.ઓ.જી શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર જી.એન.પરમાર નાઓ માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર સી.કે.જી ચૌધરી ના ઓને ભારત સરકારના વિદેશ મંત્રાલય પ્રવાસી સુરક્ષા કાર્યાલય મુંબઈના ઓ તરફથી એક અરજી મેઇલ દ્વારા મળેલી જેમાં ફરિયાદી વસીમ ઈકબાલભાઈ મલેક રહે. નડિયાદ ના ઓ એ જણાવેલ કે જે પી ઈન્ટરનેશનલ આણંદ રઘુવીર સેન્ટર ઓફિસ નંબર ૨૧૦ મનન હોસ્પિટલ સામે આણંદ ભાલેજ રોડ આણંદ ના ઓનર જયદીપ હસમુખભાઈ પટેલ રહે. વડોદરા તથા રવિકુમાર મનસુખભાઈ ભાસ્કર રહે.સુરત નો દુબઈ ઓલીવ ઈ બિઝનેસ એલ.એલ.સી કંપનીના વર્ક પરમિટ વિઝા આપવાનું કહી જવાના સમયે વિઝા આઈ.સી. એ એપ્રુવલ નહીં થયા હોય તેમ જણાવ્યું. ખોટા વિઝિટર વિઝા આપી દુબઇ ખાતે મોકલી આપવાનું કહી ને ન મોકલ્યા તેમજ રૂપિયા ૧,૭૦,૦૦૦/- તેમજ બીજા નાણાકીય ખર્ચ કરાવી છેતરપિંડી કરેલ હોઈ તેવી અરજી આપેલ. જે અનુસંધાને પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે.જી.ચૌધરી તથા સ્ટાફના પોલીસ માણસો મળેલ અરજી હકીકત આધારે જે.પી. ઈન્ટરનેશનલ આણંદ રઘુવીર સેન્ટર ઓફિસ નંબર ૨૧૦ મનન હોસ્પિટલ સામે આણંદ ભાલેજ રોડ આણંદ જઈ ખાતરી તપાસ કરતાં શંકાસ્પદ જણાય આવતા તેઓની આડકતરી રીતે પૂછપરછ કરતા યોગ્ય જવાબો આપતા ન હોય જેથી એસ.ઓ.જી પોલીસ દ્વારા જરૂરી કાર્યવાહી કરી પંચોના માણસો બોલાવી કાયદેસરની કાર્યવાહી કરી આરોપીને રૂ.૨,૭૦,૫૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી આણંદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરાવેલ છે.

      પકડાયેલ આરોપીઓ માં (૧) જયદીપ હસમુખભાઈ પટેલ રહે.વડોદરા, (૨) રવિકુમાર મનસુખભાઈ ભાસ્કર રહે. સુરત નાં ઓ પાસે થી કુલ મુદ્દામાલ તરીકે (૧) બે લેપટોપ કિંમત રૂપિયા ૨૦,૦૦૦/-, (૨) અલગ અલગ કંપનીના દસ નંગ મોબાઇલ કિંમત રૂપિયા ૭૫૦૦ /-, (૩) અલગ અલગ નામ સરનામાં વાળા પાસપોર્ટ નંગ -૧૯ કિં. રૂ ૦૦/-, (૪) રોકડા રૂપિયા ૨,૪૩,૦૦૦/- મળી આવેલ.

     સફળ કામગીરી કરનાર ટીમ માં પોલીસ ઇન્સ્પેક્ટર જી.એન.પરમાર તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે.જી.ચૌધરી તથા એ.એસ.આઇ આરીફ ભાઈ હેડ કોન્સ્ટેબલ હાર્દિકભાઈ, પોલીસ કોન્સ્ટેબલ ભરતભાઈ, પોલીસ કોન્સ્ટેબલ ભાવિકભાઈ, પોલીસ કોન્સ્ટેબલ જલાભાઈ તથા વુમન પોલીસ કોન્સ્ટેબલ કિંજલબેન હતા.

રિપોર્ટર : પ્રતિક ભટ્ટ, નડિયાદ

Related posts

Leave a Comment