નડિયાદ ખાતે ૦૮ થી ૧૩ વર્ષના બાળકો માટે હોળી વિષય પર ચિત્રસ્પર્ધા

જિલ્લાકક્ષાની ચિત્રસ્પર્ધા, તારીખઃ ૨૨ ફેબ્રુઆરી ૨૦૨૧ થી ૦૩ માર્ચ ૨૦૨૧ 

હિન્દ ન્યૂઝ, નડિયાદ

          ખેડા રમતગમત, યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તકની ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમીની કચેરી તથા જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરીઓ દ્વારા સંયુક્ત રીતે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરેલ છે. જેમાં ૦૮ થી ૧૩ વર્ષના (જન્મ તા. ૩૧/૧૨/૨૦૨૦ને ગણવાની રહેશે) બાળકો ભાગ લઈ શકશે. સ્પર્ધકે A4 સાઈઝના ડ્રોઈંગ પેપર પર “હોળી” વિષય પર ઓછામાં ઓછા સાત રંગોના ઉપયોગથી કૃતિ પોતાના ઘરે તૈયાર કરી તેને માઉન્ટીંગ કરાવ્યા બાદ આપની કૃતિ પાછળ સ્પર્ધકે પોતાનું નામ, સરનામું, મોબાઈલ નંબર, શાળાનું નામ વગેરે જેવી બાબતોનો ઉલ્લેખ કરવાનો રહેશે. તેમજ આ કૃતિની સાથે સ્પર્ધકે ઉંમરના પુરાવા તરીકે આધારકાર્ડ કે જન્મ તારીખના દાખલાની ઝેરોક્ષ અને બેન્ક ખાતાની પ્રથમ પાનાની ઝેરોક્ષ અચૂક જોડવાની રહેશે. ઉપરોક્ત સુચના પ્રમાણે ચિત્ર તૈયાર કરીને તા.૨૨/૦૨/૨૦૨૧ થી તા. ૦૩/૦૩/૨૦૨૧ સુધી બપોરે ૧૨:૦૦ કલાક સુધીમાં જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી, સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ, મરીડા-ભાગોળ રોડ, નડીઆદ ખાતે જિલ્લા યુવા વિકાસ અધિકારીને પહોંચતી કરવાની રહેશે. જિલ્લાકક્ષાએથી ત્રણ ચિત્રોની પસંદગી થયા બાદ રાજ્યકક્ષાએ ચિત્રો મોકલવામાં આવશે. રાજ્યકક્ષાની ચિત્ર સ્પર્ધામાંથી ૧૦ વિજેતા કલાકારોની પસંદગી થશે. તેઓ પૈકી પ્રથમ વિજેતાને રૂ.૨૫,૦૦૦/- દ્વિતીય વિજેતાને રૂ.૧૫,૦૦૦/- તથા તૃતીય વિજેતાને રૂ.૧૦,૦૦૦/- એમ ત્રણ ઈનામો અને બાકીના અન્ય સાત વિજેતાઓને (પ્રત્યેકને) રૂ. ૫,૦૦૦/- મુજબ આશ્વાસન ઈનામો આપવામાં આવશે.

          આ અંગેની વધુ માહિતી “મોબાઈલ ટૂ સ્પોર્ટ્સ” યોજના અંતર્ગત ફેસબૂક પેજ https://www.facebook.com/mobile2sports તેમજ યુ-ટ્યુબ ચેનલની લીંક https://www.youtube.com/channel/UCzsjR0vtHpN4rK_esnUaz-g પરથી મળી શકશે.

રિપોર્ટર : પ્રતિક ભટ્ટ, નડિયાદ

Related posts

Leave a Comment