ખેડા જિલ્લામાં તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણીમાં પ્રથમ દિવસે ૨ ફોર્મ ભરાયા

હિન્દ ન્યૂઝ, ખેડા

 

ખેડા જિલ્લામાં સમાવિષ્ટ (નડિયાદ, કપડવંજ, કણજરી, કઠલાલ, ઠાસરા) નગરપાલિકા તેમજ (નડિયાદ, માતર, ખેડા, મહેમદાવાદ, મહુધા, ઠાસરા, ગળતેશ્વર, વસો) તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણીઓ તેમજ કઠલાલ તાલુકા પંચાયતની ૧૦- દાંપટ મતદાર મંડળની પેટા ચૂંટણીઓ યોજનાર છે. જેમાં તાલુકા પંચાયત અને નગરપાલિકા ચુંટણીના ફોર્મ.તા.૦૮/૦૨/૨૦૨૧ના રોજથી ભરાવાની શરુઆત થઇ છે. ફોર્મ ભરવાના આજે પ્રથમ દિવસે તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણીમાં નડિયાદ તાલુકા પંચાયતની ચૂંટણી માટે ૦૧ (એક) અને મહુધા તાલુકા પંચાયતની ચૂટણી માટે ૦૧ (એક) એમ મળીને કુલ ૦૨ (બે) ફોર્મ ભરાયા છે. 

  જયારે ખેડા જિલ્લાની નગરપાલિકાની સામાન્ય ચૂંટણી જેમાં (નડિયાદ, કપડવંજ, કણજરી કઠલાલ, ઠાસરા)માં પાંચ નગરપાલિકામાં એકપણ ફોર્મ આજે ચૂંટણી ફોર્મ ભરવાના પ્રથમ દિવસે ભરાયું નથી.

 

રિપોર્ટર : પ્રતિક ભટ્ટ, નડિયાદ

Related posts

Leave a Comment