નડિયાદના CRPF જવાનનો શ્રીનગરમાં સ્વર્ગવાસ

હિન્દ ન્યૂઝ, નડિયાદ

નડિયાદ શહેરમાં રહેતા પરિવારનો પુત્ર શ્રીનગરમા CRPF પોતાની ફરજ દરમ્યાન શહીદ થતાં તેમના દેહને નડિયાદ ખાતે લાવવામાં આવ્‍યો હતો. નડિયાદ શહેરમાં એસઆરપી સામે રહેતા દિનેશભાઇ કેશવભાઇ મેટકર CRPFમાં ફરજ નિભાવી રહયા હતા. તેઓ શ્રીનગરમાં પોતાની ફરજ પર હાજર હતા તે સમયે તેઓને હદયરોગનો હુમલો આવતા તેઓને તુરત સારવાર અર્થે ખસેડવામાં આવ્‍યા હતા. જયાં તેઓને મૃત જાહેર કરવામાં આવ્‍યા હતા. આ ઘટનાની જાણ તેઓના પરિવારને નડિયાદ ખાતે કરવામાં આવી હતી. આજે સવારે તેઓના અંતિમ સંસ્‍કારની કાર્યવાહી કરવામાં આવી હતી. તેઓના નશ્ર્વર દેહને નડિયાદ ખાતે તેઓની ૧૨ વર્ષીય દિકરી વૈષ્‍ણવી અને ૪ વર્ષીય દિકરી દિવ્‍યાએ અગ્નિદાહ આપ્‍યો હતો. આ પ્રસંગે પોલીસ સલામી આપવામાં આવી હતી. તેમજ પોલીસ અધિકારીઓ અને પોલીસ જવાનો ઉપસ્થિત રહ્યા હતા. આજે સવારે તેઓના નિવાસ સ્‍થાન મહાલક્ષ્મી સોસાયટીથી અંતિમ યાત્રા સવારે ૧૦/૦૦ કલાકે ભારતમાતાકી જય અને વીર જવાન અમર રહોના નારા સાથે નીકળી હતી.

અત્રે ઉલ્‍લેખનીય છે કે, તેઓશ્રી ગત ૪ ફે્બ્રુઆરીએ તેઓની રજા પુરી કરી શ્રીનગર (કુપવાડા) ખાતે ગયા હતા, તેમજ તા.૬ ફેબ્રુઆરીના રોજ તેઓની નોકરી ઉપર હાજર થયા હતા. તેઓ ફરજનો સમય પતાવી પરત ફરતા તેઓને હાર્ટએટેક આવેલ હતો. તેઓશ્રી તેમની પાછળ તેઓના વિધવા માતા, તેઓના ધર્મપત્નિ નલિનીબેન અને બે દિકરીઓને શોકગ્રસ્‍ત કરી મૂકી ગયા છે.

રિપોર્ટર : પ્રતિક ભટ્ટ, નડિયાદ

Related posts

Leave a Comment