હિન્દ ન્યૂઝ, હિંમતનગર
સાબરકાંઠા જિલ્લા હિંમતનગર તાલુકામાં આવેલ મદ્રેસા હાઈસ્કૂલમાં ગઈકાલ વોટિંગ થયું તેનું પરિણામ જાહેર થયું છે. હિંમતનગર તાલુકામા આવેલ મદ્રેસા હાઈસ્કુલ માં સર્વોદય નાગરિક બેંકના ડિરેકટરોની ચૂંટણી યોજાઈ હતી.
જેમાં સર્વોદય નાગરિક બેંકના નવા ડીરેકટરઓ ચૂંટાઈને ૧૩ ઉમેદવાર વિજય પ્રાપ્ત થયા.
જેમાં અનામત ઉમેદવાર તરીકે ઉમેદવાર શ્રીમતિ ફિરદોશજહાં મો.રફીક વકતાપુરીયા અને હાફિઝાબીબી મો.સાલેહ લાલા આ બંને શ્રીમતી અનામત ઉમેદવારમાં ચૂંટાઈને આવ્યા.
આમના સાથે-સાથે બીજા 10 ઉમેદવારો પણ સહકારી નાગરીક બેંકની ડિરેક્ટરની ચૂંટણીમાં વિજય થયા.
આ વિજય થયેલા ઉમેદવારને ખુબ ખુબ અભિનંદન.
રિપોર્ટર : શાહબુદ્દીન શિરોયા, હિંમતનગર