અરવલ્લીના ભીલોડાના વિવિધ ગામોમાં મતદાન જાગૃતિ અભિયાન કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યૂઝ, અરવલ્લી

          રાજ્યમાં રાજ્યચૂંટણી પંચ ગાંધીનગર દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત કરાઇ હતી. જે અંતર્ગત અરવલ્લી જિલ્લામાં પણ જિલ્લા-તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓ ૨૮ ફેબ્રુઆરીના રોજ યોજાવાની છે. અરવલ્લી જિલ્લા-તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓ યોજાવાની હોઈ. જે અંતર્ગત જિલ્લાના વહીવટીતંત્ર દ્વારા ભીલોડાના વિવિધ ગામોમાં મતદાન કરવામાં મતદારોનો પ્રેરવામાં આવ્યા હતા.ચાલુ વર્ષમાં નવા ઉમેરાયેલા મતદારો મતદાન કરે ઉપરાંત તમામ મતદારો આ મતદાનની પ્રક્રિયામાં સહભાગી બને તેવી અપીલ કરવામાં આવી હતી.
          જેમાં જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ભીલોડાના વાંસળી,ચુનાખણ, ટાકાટૂકા, ટોરડો, બુધરાસણ સહિતના ગામોમાં ઘરે-ઘરે જઈને લોકોને પ્રતિજ્ઞા લેવડાવી અને ગત ચૂંટણીમાં જે ગામોમાં મતદાનની ટકાવારી ઓછી નોંધાઈ હતી. તેવા ગામોમાં મતદાન કરવા સંકલ્પ પત્ર ભરાવવામાં આવ્યા હતા.


રિપોર્ટર : મુન્નાખાન પઠાણ, મોડાસા

Related posts

Leave a Comment