મેથી ગામે પાણી ભરાતા બે બૂલડોઝરથી નિકાલ કરાયો

હિન્દ ન્યુઝ, વડોદરા    કરજણ પ્રાંતમાં આવતા મેથી ગામે પાણી ભરાયા હોવાની સમસ્યા ધ્યાને આવતા ધારાસભ્ય શ્રી અક્ષયભાઇ પટેલ અને પ્રાંત અધિકારી શિવમ બારિયા તુરંત ગામમાં પહોંચી ગયા હતા. ત્યાં જઇને પાણી ભરાવાની સમસ્યાનો તાગ મેળવ્યો હતો અને તુરંત બે બૂલડોઝર બોલાવવામાં આવ્યા હતા.  બૂલડોઝરથી નીક કરવામાં આવી હતી. સતત કામ ચાલું રાખીને પાણીનો નિકાલ થતાં ત્યાં રહેતા ગ્રામજનોને આ સમસ્યાથી રાહત મળી હતી.  આ ઉપરાંત પ્રાંત કચેરીની ટીમે અધિક કલેક્ટર એન. આર. પ્રજાપતિ સાથે શિનોર તાલુકાની પણ મુલાકાત લીધી હતી. 

Read More

કલોલ તાલુકાના નાંદોલી ગામની રૂબરૂ મુલાકાત લેતા જિલ્લા કલેક્ટર

હિન્દ ન્યુઝ, ગાંધીનગર    ગાંધીનગર જિલ્લા કલેક્ટર રવિન્દ્ર ખતાલે અને જિલ્લા વિકાસ અધિકારી દિગંત બ્રહ્મભટ્ટે ઉચ્ચ અધિકારીઓ સાથે કલોલ તાલુકાના નાંદોલી ગામની રૂબરૂ મુલાકાત લઈ ગ્રાઉન્ડ વિઝિટ હાથ ધરી હતી.  આ મુલાકાત દરમિયાન તેમણે વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા અને ગ્રામ્ય માર્ગોની સ્થિતિનું પ્રત્યક્ષ નિરીક્ષણ કરી સંબંધિત વિભાગના અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.  કલેક્ટરશ્રીએ નીચાણવાળા વિસ્તારો પર સતત મોનિટરિંગ રાખવા અને ગ્રામજનોને કોઈ પણ પ્રકારની હાલાકી ન પડે તે માટે તમામ વિભાગોને સંકલનમાં રહી તાત્કાલિક કામગીરી કરવા સૂચનાઓ આપી હતી.

Read More

ગાંધીનગર શહેરના 62મા સ્થાપના દિવસની ઉજવણી

હિન્દ ન્યુઝ, ગાંધીનગર     ગાંધીનગર શહેરના 62મા સ્થાપના દિવસની ઉજવણી અંતર્ગત શ્રી અરુણોદય સેવા ટ્રસ્ટ – ગાંધીનગર દ્વારા આયોજિત વિશેષ કાર્યક્રમમાં ગાંધીનગર જિલ્લા કલેક્ટરશ્રી રવિન્દ્ર ખતાલે ઉપસ્થિત રહ્યા હતા.  જી.ઈ.બી. થર્મલ પાવર સ્ટેશન ખાતે સ્થિત વી.આઈ.પી. ગેસ્ટહાઉસ ખાતે જ્યાં નગરની પ્રથમ ઈંટ મૂકાઈ હતી તે ઐતિહાસિક સ્થળે તક્તીપૂજન સાથે કલેક્ટરશ્રીએ સમગ્ર ગાંધીનગર પરિવારને શહેરના સ્થાપના દિવસ નિમિત્તે હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. 

Read More

વડોદરા જિલ્લામાં પશુપાલન વિભાગ દ્વારા પશુઓમાં રસીકરણ, કૃમિનાશક દવાઓનું વિતરણ અને બીમાર પશુઓની સારવાર માટે વિશેષ ઝુંબેશ

હિન્દ ન્યુઝ, વડોદરા     વડોદરા જિલ્લામાં વરસાદી પાણી ઓસરતા પશુપાલન વિભાગ દ્વારા પશુધનની સુરક્ષા અને આરોગ્યની જાળવણી માટે ડિઝાસ્ટર મેનેજમેન્ટ હેઠળ જિલ્લાભરમાં વિશેષ કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં પશુઓમાં રોગચાળો ન ફેલાય તે માટે વિવિધ તાલુકાઓમાં સર્વે, રસીકરણ, કૃમિનાશક દવાઓનું વિતરણ અને બીમાર પશુઓની સ્થળ પર જ સારવાર કરવામાં આવી રહી છે. તાલુકાવાર હાથ ધરાયેલી મુખ્ય કામગીરી અંતર્ગત સાવલી તાલુકામાં મુવાલ, મોટા મોતીપુરા-પ્રતાપનગર અને વસંતપુરા ગામોમાં પશુ દવાખાના સાવલી અને ટીમ દ્વારા સર્વે હાથ ધરીને જરૂરી રસીકરણ તથા કૃમિનાશક દવાનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે જ પશુપાલકોને આપત્તિ સમયની…

Read More

જસ્કી ગામના અસરગ્રસ્ત પરિવારોની રૂબરૂ મુલાકાતા લેતા- કલેકટર ગાર્ગી જૈન

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર     છોટાઉદેપુર જિલ્લામાં હાલ સતત વરસાદ વરસી રહ્યો છે.છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના જસ્કી અને ધનીયાઉમરવા વિસ્તાર વરસાદથી અસરગ્રસ્ત થયા છે.આ અસરગ્રસ્ત વિસ્તારોની કલેક્ટર ગાર્ગી જૈન દ્વારા સર્વગ્રાહી મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે અતિભારે વરસાદના કારણે સર્જાયેલી સ્થિતિ અને વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલી રાહત તથા બચાવ કામગીરીનું પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું હતું. આ મુલાકાત દરમિયાન કલેક્ટરએ ભારે વરસાદને કારણે જસ્કી ગામ ખાતે રસ્તાનો એપ્રોચ ધોવાઈ જવાની ઘટનાની સ્થળ પર પહોંચીને ગંભીરતાપૂર્વક નોંધ લીધી હતી. આ સાથે જ તેમણે વરસાદથી અસરગ્રસ્ત પરિવારોના ઘરોની રૂબરૂ…

Read More

સાવલી પંથકમાં ભારે વરસાદ બાદ વિવિધ વિસ્તારોમાં નગરપાલીકા દ્વારા સઘન સફાઇ અભિયાન

હિન્દ ન્યુઝ, સાવલી      વડોદરા જિલ્લાના સાવલી પંથકમાં ભારે વરસાદ બાદ વિવિધ વિસ્તારોમાંથી પાણી ઓસરતાં જ નાગરિકોના આરોગ્ય અને સુવિધાને ધ્યાને રાખીને સાવલી નગરપાલિકા તંત્ર દ્વારા યુદ્ધધોરણે સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી છે. પાણી ભરાવાના કારણે માર્ગો પર જમા થયેલ કાદવ-કચરાનો તાત્કાલિક નિકાલ કરવામાં આવી રહ્યો છે. જેથી રોગચાળો ન ફેલાય અને વાહનવ્યવહાર પૂર્વવત કરી શકાય. અસરગ્રસ્ત વિસ્તારોમાં સાવલી મેઇન બજાર, બારોટવાગા વિસ્તાર, ભીમનાથ મંદિર પોઇચા ચોકડી જેવા વિસ્તારોમાં સાવલી નગરપાલિકા તંત્ર દ્વારા ઝુંબેશરૂપે સફાઇ અભિયાન હાથ ધરાયું છે.  

Read More

ડભોઇ તાલુકાનું ઐતિહાસિક તેન તળાવ વર્ષો બાદ પાણી ભરાયું. ગ્રામજનોમાં ખુશીનો માહોલ

હિન્દ ન્યુઝ, ડભોઇ વરસાદના પરિણામે ડભોઇ તાલુકાનું ઐતિહાસિક તેન તળાવ વર્ષો બાદ ફરી પાણીથી ભરાઈ જતાં ગ્રામજનોમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. ચોમાસાની સિઝનમાં પ્રથમ વખત તળાવમાં પાણીથી ભરાતા સ્થાનિક લોકોમાં ખુશીની લાગણી છવાઈ ગઈ હતી. ઐતિહાસિક મહત્વ ધરાવતા આ તળાવમાં પાણીની આવક થતાં આસપાસના વિસ્તારનું સૌંદર્ય પણ વધી ગયું છે. તાજેતરમાં તળાવના પગથિયાંના સમારકામની કામગીરી પૂર્ણ કરવામાં આવી હોવાથી હવે તળાવ વધુ આકર્ષક બન્યું છે. તળાવમાં પાણીની સારી આવકથી વિસ્તારના પર્યાવરણને પણ લાભ થશે અને આ ઐતિહાસિક સ્થળ ફરી જીવંત બન્યું છે.

Read More