હિન્દ ન્યુઝ, ગાંધીનગર ભારે વરસાદની સ્થિતિને ધ્યાને રાખી ગાંધીનગર જિલ્લા કલેક્ટરશ્રી રવિન્દ્ર ખતાલે અને જિલ્લા વિકાસ અધિકારી દિગંત બ્રહ્મભટ્ટ દ્વારા કલોલ તાલુકાના નાંદોલી ગામની ગ્રાઉન્ડ વિઝિટ કરવામાં આવી. સ્થળ પર પહોંચી અધિકારીઓએ વરસાદી પરિસ્થિતિનું પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું અને ગ્રામજનોને કોઈ હાલાકી ન ભોગવવી પડે તે માટે સંબંધિત તંત્રને જરૂરી માર્ગદર્શન અને તાકીદની સૂચનાઓ આપી. આ મુલાકાત વેળાએ કલોલ પ્રાંત અધિકારી સહિત જિલ્લા-તાલુકાના અન્ય ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
Read More