હિન્દ ન્યુઝ, અમરેલી 80મા સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી પૂર્વે અમરેલી જિલ્લામાં વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાવરકુંડલા રોડ સ્થિત શેલ્ટર હાઉસના પટાંગણમાં વૃક્ષારોપણ કાર્યક્રમ બાદ જ્યારે અન્ય કાર્યક્રમ માટે રવાના થયા ત્યારે કારમાં બેસી ગયા બાદ તેમણે બહાર ઉપસ્થિત સ્થાનિક અગ્રણીઓને જોયા… તેમને મળવાની સહજ ઇચ્છાથી મુખ્યમંત્રીએ પોતાની કાર થોભાવી અને બહાર નીકળીને અગ્રણીઓ સાથે આત્મીયતાપૂર્ણ મુલાકાત કરી. મુખ્યમંત્રીશ્રીની આ સહજ મુલાકાત દરમિયાન તેમણે સ્થાનિકો સાથે હળવાશભર્યો સંવાદ કર્યો. મુખ્યમંત્રીનો આ સરળ અને લાગણીસભર અભિગમ ઉપસ્થિત સૌ માટે યાદગાર બની રહ્યો. મુખ્યમંત્રીની સામાન્ય વ્યક્તિ અને સ્થાનિક…
Read MoreMonth: August 2026
નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ વડોદરા ખાતે નિર્માણધીન ‘ડૉ. બાબાસાહેબ આંબેડકર સંકલ્પભૂમિ સ્મારક’ની મુલાકાત લઈ કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા કરી
હિન્દ ન્યુઝ, વડોદરા કલ્યાણનગર ખાતે આકાર પામી રહેલા આધુનિક સ્મારકના મ્યુઝિયમ, લાઈબ્રેરી અને મલ્ટીમીડિયા પ્રકલ્પની કામગીરી આખરી તબક્કામાં: પ્રકલ્પ સમયમર્યાદામાં પૂર્ણ કરવા નિર્દેશ આપ્યા રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ વડોદરાના કમાટીબાગ (સયાજીબાગ) – કલ્યાણનગર ખાતે નિર્માણ પામી રહેલા ભારતરત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકર “સંકલ્પભૂમિ સ્મારક” પ્રોજેક્ટની સ્થળ મુલાકાત લઈને કામગીરીની પ્રગતિ અંગે એક ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજી હતી. ડૉ. બાબાસાહેબ આંબેડકરે સામાજિક વિષમતા અને કુરિવાજો દૂર કરી સામાજિક સમરસતા લાવવા માટે વડોદરાના કમાટીબાગ ખાતે વડના વૃક્ષ નીચે બેસીને જે ઐતિહાસિક સંકલ્પ લીધો હતો, તે પવિત્ર સ્થળને સ્મારક તરીકે વિકસાવવા માટે રાજ્ય…
Read Moreહરિયાળું અમરેલી… સ્વચ્છ અમરેલી!
હિન્દ ન્યુઝ, અમરેલી! 🇮🇳 ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણીમાં સહભાગી થવા અમરેલી પધારેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાવરકુંડલા રોડ સ્થિત અમરેલી નગરપાલિકા સંચાલિત શેલ્ટર હાઉસના પટાંગણમાં વૃક્ષારોપણ કરી પ્રકૃતિ સંરક્ષણનો સંદેશ પ્રસરાવ્યો. રૂ. ૪ કરોડના ખર્ચે ‘ગ્રીન અમરેલી, ક્લિન અમરેલી’ની નેમ સાકાર થશે ડિસ્ટ્રીક્ટ મિનરલ ફાઉન્ડેશન યોજના હેઠળ શરૂ થયેલા આ મહાઅભિયાન અંતર્ગત અમરેલી શહેરમાં પ્રસ્તાવિત ઓક્સિજન પાર્ક સહિત વિવિધ મુખ્ય માર્ગોની બંને બાજુએ આશરે ૧૩ હજાર વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે. આ હરિયાળી પહેલથી અમરેલી શહેરને વધુ સ્વચ્છ, સુંદર અને હરિયાળું બનાવવાની સાથે આગામી સમયમાં શહેર માટે ‘ગ્રીન લંગ્સ’ સમાન પર્યાવરણીય…
Read Moreમાંજલપુર સ્પોર્ટ કોમ્પ્લેક્સમાં સ્વતંત્રતા દિનની ઉજવણીનું ફૂલ ડ્રેસ રિહર્સલ
હિન્દ ન્યુઝ, વડોદરા ૮૦માં સ્વતંત્રતા દિનની ઉજવણીમાં વડોદરામાં નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઇ સંઘવીના હસ્તે ધ્વજવંદન થવાનું છે, તે પૂર્વે આજે સવારે માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે પોલીસ કમિશનર શ્રી નરસિમ્હા કોમાર અને કલેક્ટર ડો. અનિલ ધામેલિયાની ઉપસ્થિતિમાં ફૂલ ડ્રેસ રિહર્સલ યોજાયું હતું. રિયલ ટાઇમ ફૂલ ડ્રેસ રિહર્સલમાં પોલીસ કમિશનર નરસિમ્હા કોમારના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું અને બાદમાં તેમણે પરેડનું નિરીક્ષણ કરી સલામી ઝીલી હતી. વડોદરા શહેર પોલીસની વિવિધ શાખાઓ ઉપરાંત અશ્વદળ, એનસીસી, ગૃહ રક્ષક દળ, ટ્રાફિક અને પોલીસ બેન્ડની ટૂકડીઓ આ પરેડમાં જોડાવાની છે. બાદમાં તેમણે સંયુક્ત પોલીસ કમિશનર…
Read Moreઆણંદના બાકરોલ ખાતે ₹ ૬૭.૫૨ કરોડના ખર્ચે નવનિર્મિત આધુનિક જિલ્લા જેલનું રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના વરદહસ્તે લોકાર્પણ
હિન્દ ન્યુઝ, આણંદ કેદીઓના સર્વાંગી સુધારા અને સુરક્ષા સુવિધાથી સજ્જ : બાકરોલ ખાતે ૩૭૦ ની ક્ષમતા ધરાવતી નવીન જિલ્લા જેલનું લોકાર્પણ કરાયું ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ દ્વારા આણંદ જેલ અને નડિયાદ જેલ ખાતેના કક્ષા સી-૦૮ તથા બી-૧૬ પોલીસ આવાસોનું ઇ-લોકાર્પણ
Read Moreઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની અધ્યક્ષતામાં ગાંધીધામ ખાતે ‘ખેડૂત જાગૃતિ વર્કશોપ’ યોજાયો
હિન્દ ન્યુઝ, ભુજ આજરોજ સામાજિક વનીકરણ વિભાગ, કચ્છ દ્વારા ગાંધીધામના કંડલા ટિમ્બર એસોસિએશન હોલ ખાતે “ખેડૂત જાગૃતિ વર્કશોપ”નું આયોજન કરવામાં આવ્યું હતું. ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ “ખેડૂત જાગૃતિ વર્કશોપ”ને ખુલ્લો મૂકતાં જણાવ્યું હતું કે, આજનો કાર્યક્રમ એ ત્રિવેણી કાર્યક્રમ છે જેના કેન્દ્રમાં ખેડૂતનું કલ્યાણ અને પર્યાવરણનું સંરક્ષણ છે. કંડલા ટીમ્બર એસોસિએશનને અભિનંદન આપતાં રાજ્યમંત્રીએ ઉમેર્યું હતું કે, એસોસિએશન પોતાની ફરજ સમજીને ખેડૂતોના વિકાસ માટે સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવી રહ્યું છે. ખેડૂતોને માત્ર પરંપરાગત ખેતી આધાર ન રાખીને કચ્છ સામાજિક વનવિભાગના નવી એગ્રો ફોરેસ્ટ્રી યોજનાનો લાભ લેવાનું આહ્વાન કરીને…
Read Moreસિવિલ હોસ્પિટલ ખાતે ‘વિશ્વ આદિવાસી દિવસ’ની ઉત્સાહભેર ઉજવણી : કર્મચારીઓએ આદિવાસી પરિધાનમાં સજ્જ થઈને પાઠવી શુભેચ્છાઓ
હિન્દ ન્યુઝ, સુરત સમગ્ર વિશ્વમાં ‘વિશ્વ આદિવાસી દિવસ’ની અનોખી ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે નવી સિવિલ હોસ્પિટલ ખાતે પણ છેલ્લા કેટલાક વર્ષોની પરંપરા મુજબ આદિવાસી તબીબો, નર્સિંગ સ્ટાફ, પેરામેડિકલ સ્ટાફ અને તેમના પરિવારજનો દ્વારા વિશ્વ આદિવાસી દિવસ ખૂબ જ ઉત્સાહ અને ઉમંગથી ઉજવવામાં આવ્યો હતો. આદિવાસી તબીબો- નર્સિંગ સ્ટાફ, કર્મચારીઓ દ્વારા પરંપરાગત આદિવાસી પરિધાનમાં સજ્જ થઈને આગામી ૧૫મી ઓગસ્ટ (સ્વાતંત્ર્ય દિન)ના સંદર્ભમાં રાષ્ટ્રપ્રેમની ભાવના સાથે ભારત માતા કી જય, વંદે માતરમ ના જયઘોષ તેમજ આદિવાસી સંસ્કૃતિના ગૌરવસમા “જય જોહાર”ના નારાઓથી સિવિલ હોસ્પિટલ પરિસર ગુંજી ઉઠ્યું…
Read Moreકચ્છમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્રની કાર્યવાહી: એનાલોગ પનીર અને ચીઝના ઉત્પાદન-વેચાણ સામે તપાસ ઝુંબેશ
હિન્દ ન્યુઝ, કચ્છ ગુજરાત સરકાર દ્વારા પનીર અને ચીઝ જેવા મૂળ ખાદ્યપદાર્થોના નામે વેચાતા કૃત્રિમ તથા ભળતા પદાર્થો—જેવાં કે ‘એનાલોગ પનીર’ અને ‘ચીઝ એનાલોગ’—ના ઉત્પાદન, સંગ્રહ, વેચાણ અને ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ સરકારી હુકમનું અમલીકરણ સુનિશ્ચિત કરવાના ભાગરૂપે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, ભુજ-કચ્છના ફૂડ સેફ્ટી ઑફિસર એસ બી.પટેલ, એમ.એમ.પટેલ, વી.એમ. બરંડા દ્વારા સમગ્ર જિલ્લામાં વ્યાપક તપાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલી આ ખાસ ઝુંબેશ દરમિયાન કચ્છ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં આવેલી હોટલ, રેસ્ટોરન્ટ તેમજ પનીરનું ઉત્પાદન અને વેચાણ કરતી…
Read Moreવિશ્વ આદિવાસી દિવસે નવી સિવિલ હોસ્પિટલમાં એક સાથે બે બ્રેઈનડેડ દર્દીઓના અંગદાન
હિન્દ ન્યુઝ, નવસારી વિશ્વ આદિવાસી દિવસે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે એકસાથે બે સફળ અંગદાન થયા છે. ગુજરાતમાં આ પ્રથમ એવી ઐતિહાસિક ઘટના બની છે કે જ્યાં એકસાથે બે અલગ-અલગ ઓપરેશન થિયેટરમાં બે બ્રેઈનડેડ દર્દીઓના અંગદાન સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યા છે અને અંગોને એકસાથે જ પ્રત્યારોપણ માટે મોકલવામાં આવ્યા છે. બંને અંગદાતા નવસારી જિલ્લામાં વસતા હતા, જેમાં એક મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી હતા, જ્યારે અન્ય એક નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના સ્થાનિક હળપતિ સમાજના યુવાન હતા. જેમના અંગદાનથી કુલ ૬ જરૂરિયાતમંદોને નવજીવન મળ્યું છે. નવી સિવિલના તબીબી અધિક્ષક ડો.…
Read Moreતા.૯ થી ૧૪ ઓગસ્ટ સુધી જિલ્લા અને તાલુકા કક્ષાએ ‘હર ઘર તિરંગા’ અભિયાન: તિરંગા યાત્રા તથા શાળા-કોલેજોમાં વિવિધ સ્પર્ધાઓ અને દેશભક્તિસભર કાર્યક્રમો યોજાશે
હિન્દ ન્યુઝ, સુરત સુરત જિલ્લામાં આગામી તા.૯ થી ૧૪મી ઓગસ્ટ સુધી વિવિધ વિભાગના કાર્યક્રમો, સ્પર્ધાઓ અને એક્ટીવિટીઝ દ્વારા ‘હર ઘર તિરંગા’ અભિયાન યોજાશે, જે સંદર્ભે મેયરશ્રી માયાબેન માવાણીની ઉપસ્થિતિમાં જિલ્લા કલેકટર શ્રી તેજસ પરમારના અધ્યક્ષસ્થાને જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી. નાગરિકોમાં રાષ્ટ્રધ્વજ અને દેશ માટે ગૌરવની ભાવનાને વધુ પ્રબળ બનાવવાના હેતુ સાથે યોજાનાર હર ઘર તિરંગા અભિયાન હેઠળ શહેર-જિલ્લાના મહત્તમ નાગરિકોને સાંકળી લઈ વિશાળ જનભાગીદારી નોંધાવવા જિલ્લા કલેક્ટરએ અનુરોધ કર્યો હતો. સુરત જિલ્લામાં તિરંગાના માન સન્માન સાથે ભારે ઉત્સાહભેર તમામ કાર્યક્રમો યોજાય…
Read More