ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલના હસ્તે ઘોઘલી ગામે પશુ મૃત્યુ સહાયના કુલ ૧૨ પશુ પાલકોને રૂ. ૭,૫૪,૫૦૦ ની સહાયના ચેક અર્પણ

હિન્દ ન્યુઝ, ડાંગ    તાજેતરમાં પડેલા અતિભારે વરસાદના કારણે ડાંગ જિલ્લાની નદીઓમાં અતિભારે પૂરની પરિસ્થિતિમાં કુદરતી આપત્તિના કારણે પશુહાનિ ભોગવનાર આહવા તાલુકાના ઘોઘલી ગામના ૧૨ પશુપાલકોને રાજ્ય સરકાર તરફથી મંજૂર થયેલી કુલ રૂ. ૭,૫૪,૫૦૦ની સહાયના ચેકનું આજે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વ ડાંગના ધારાસભ્ય વિજયભાઈ પટેલના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું. વિજયભાઇ પટેલે સૌ પશુપાલકોને રૂબરૂ મુલાકાત કરી સાંત્વના પાઠવી સહાયનો ચેક અર્પણ કર્યો હતો. ભારે વરસાદના કારણે ઘોઘલી ગામમાં કુલ ૨૧ પશુઓના મૃત્યુ નોઁધાયા હતા.  આ પ્રસંગે વિજયભાઈ પટેલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર આપત્તિગ્રસ્ત પરિવારોની પડખે અડીખમ…

Read More

જાખાના જિલ્લા પંચાયત સીટના વિવિધ રસ્તાઓ અને પ્રાથમિક શાળાના વિકાસ કામોની સ્થળ મુલાકાત લેતા વિજયભાઈ પટેલ

હિન્દ ન્યુઝ, ડાંગ      ડાંગના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલે જાખાના જિલ્લા પંચાયત સીટના તેમના પ્રવાસ દરમિયાન વિસ્તારના વિવિધ માર્ગો અને શાળાના વિકાસ કામોનું પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું હતું. આ પ્રવાસ દરમિયાન ગલકુંડ-જામદર-પાયરપાડા રોડ, જામદર-પાયરપાડા રોડ, વાંકી રોડ તથા જાખાના-કોટમદર રોડ ખાતે રૂબરૂ મુલાકાત લઈ રસ્તાઓની સ્થિતિ અને ચોમાસા કે અન્ય સીઝનમાં પડતી મુશ્કેલીઓની સ્થળ પર સમીક્ષા કરવામાં આવી હતી. આ તમામ રસ્તાઓ પરથી પસાર થતા ગ્રામજનો અને વાહનચાલકોને પડતી હાલાકીનો ભવિષ્યમાં કાયમી અને સચોટ ઉકેલ આવે તે માટે જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.…

Read More

વર્લ્ડ હિપેટાઇટિસ ડે નિમિત્તે અર્બન હોસ્પિટલ, દાહોદ ખાતે રક્તદાન શિબિર અને જાગૃતિ કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, દાહોદ     વર્લ્ડ હિપેટાઇટિસ ડે નિમિત્તે ગુજરાત સ્ટેટ એઇડ્સ કંટ્રોલ સોસાયટી તેમજ હેલ્થ ફાઉન્ડેશન એન્ડ રિસર્ચ સેન્ટર સંચાલિત ટી.આઈ.પ્રોજેક્ટ દ્વારા દિશા-ડાપકું અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી બ્લડ બેન્કના સહયોગથી અર્બન હોસ્પિટલ, રળિયાતી ખાતે સ્વૈચ્છિક રક્તદાન શિબિર અને હિપેટાઇટિસ જાગૃતિ કાર્યક્રમનું આયોજન મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.ઉદય ટીલાવત,જિલ્લા ક્ષય અધિકારી (DTHO) ડૉ.આર.ડી.પહાડીયા, સંસ્થાના પ્રમુખ સંદીપભાઈ શેઠ તથા પ્રોજેક્ટ ડાયરેક્ટર નીરેનભાઈ શાહના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત પ્રોજેક્ટ મેનેજર દ્વારા મહેમાનોના સ્વાગત સાથે કરવામાં આવી હતી. ત્યારબાદ ડૉ.આર.ડી.પહાડીયાએ ઉપસ્થિત નર્સિંગ વિદ્યાર્થીઓ અને હાઈ રિસ્ક ગ્રુપ (HRG)ના સભ્યોને હિપેટાઇટિસના લક્ષણો,…

Read More

સશક્ત દીકરી – કલેક્ટર ઇન ક્લાસરૂમ

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર     જિલ્લા વહિવટીતંત્ર દ્વારા હાથ ધરાયેલા સંવેદનશીલ અને પ્રેરણાદાયી “સશક્ત દીકરી – કલેક્ટર ઇન ક્લાસરૂમ” અભિયાન અંતર્ગત જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈને સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા, કેવડીની ખાસ મુલાકાત લીધી હતી. કલેક્ટરએ વર્ગખંડમાં દીકરીઓ વચ્ચે બેસીને અત્યંત હૃદયસ્પર્શી અને પ્રોત્સાહક સંવાદ સાધ્યો હતો.  આ મુલાકાત દરમિયાન કલેક્ટરએ જણાવ્યું હતું કે, નારી શક્તિમાં અસીમ ક્ષમતા રહેલી છે. દીકરીઓએ ક્યારેય નિષ્ફળતાથી ડરવું ન જોઈએ અને સતત મહેનત કરી પોતાના સપના સાકાર કરવા જોઈએ. અત્યંત સરળ શૈલીમાં ‘ગુડ ટચ અને બેડ ટચ’ વિશે માર્ગદર્શન આપતાં જણાવ્યું કે, કોઈપણ અયોગ્ય…

Read More

જિલ્લા વિકાસ અધિકારીની નાણાંકીય સત્તામર્યાદામાં મોટો વધારો કરવાનો નિર્ણય

હિન્દ ન્યુઝ, ગાંધીનગર     મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યમાં ઈન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ, ઔદ્યોગિક વિકાસ, સામાજિક-જાહેર હેતુઓ અને ગ્રામીણ વિકાસના પ્રકલ્પોને વધુ ઝડપી બનાવવાના ઉદ્દેશ્યથી સરકારી જમીનની ફાળવણી, જાહેર સાહસો અને વિવિધ હેતુઓ માટે જમીન ગ્રાન્ટ કરવા અંગે જિલ્લા કલેક્ટર તેમજ ગામતળના પ્લોટ માટે જિલ્લા વિકાસ અધિકારીની નાણાંકીય સત્તામર્યાદામાં મોટો વધારો કરવાનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રીના આ નિર્ણય અનુસાર, જિલ્લા કલેક્ટરશ્રીઓની સત્તામર્યાદામાં જે વધારો કરવામાં આવ્યો છે તેમાં રાજ્ય સરકારના બોર્ડ/કોર્પોરેશનને 2 હેક્ટર સુધીની જમીન ફાળવણી માટે નાણાંકીય સત્તામર્યાદા ₹15 લાખથી વધારીને ₹1 કરોડ, કેન્દ્ર સરકારના વિભાગોને જાહેર હેતુ માટે 1 હેક્ટર…

Read More

મોરબીમાં એલ.ઈ. ડિગ્રી એન્જિનિયરિંગ કોલેજ ખાતે UPSC અને GPSC પરીક્ષાઓ અંગે માર્ગદર્શન સેમિનાર યોજાયો

હિન્દ ન્યુઝ, મોરબી     કલેક્ટર સ્વપ્નિલ ખરે અને જિલ્લા વિકાસ અધિકારી વિદ્યાસાગરે યુવાનોને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા માટે સતત મહેનત અને સેલ્ફ સ્ટડી કરવા પ્રોત્સાહિત કર્યા પ્રિલિમ્સ, મેઇન્સ અને ઇન્ટરવ્યુની તૈયારી માટે ટાઇમ-ટેબલ અને ન્યૂઝ પેપરના નિયમિત વાંચન પર ભાર મુકાયો

Read More

‘બેટી બચાવો બેટી પઢાઓ’ અંતર્ગત મોરબીમાં યોજાયો

હિન્દ ન્યુઝ, મોરબી  ‘કોફી વિથ કલેક્ટર’ કાર્યક્રમમાં ૧૦૦ જેટલી દીકરીઓએ જિલ્લા કલેક્ટર સાથે સીધો સંવાદ કર્યો હતો. કલેક્ટર સ્વપ્નિલ ખરે એ દીકરીઓને લક્ષ્ય નિર્ધારિત કરી શિક્ષણ, કૌશલ્ય વિકાસ અને સર્વાંગી પ્રગતિ માટે પ્રેરણાદાયી માર્ગદર્શન આપ્યું  સ્કૂલ-કોલેજની દીકરીઓએ જિલ્લા સેવા સદનની વિવિધ કચેરીઓની પ્રત્યક્ષ મુલાકાત લઈ વહીવટી તંત્રની કામગીરી અને યોજનાઓના અમલીકરણ વિશે માહિતી મેળવી

Read More

ભારે વરસાદ બાદ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત

હિન્દ ન્યુઝ, ડાંગ     ડાંગ જિલ્લામાં ભારે વરસાદને પગલે નાયબ મુખ્ય દંડક અને ધારાસભ્ય વિજયભાઈ પટેલે બારખાંઘ્યા પુલ તથા વઘઈ–સાપુતારા માર્ગની સ્થળ મુલાકાત લઈ પરિસ્થિતિની સમીક્ષા કરી.  બારખાંઘ્યા પુલ પાસે થયેલા ધોવાણ અને વઘઈ–સાપુતારા માર્ગ પર લેન્ડસ્લાઇડિંગ થયેલા સ્થળોનું નિરીક્ષણ કરી માર્ગ-મકાન વિભાગ સહિત સંબંધિત અધિકારીઓને યુદ્ધના ધોરણે સમારકામ પૂર્ણ કરવા સૂચના આપી.  સ્થાનિકો અને પ્રવાસીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા જરૂરી તકેદારી રાખવા પણ તંત્રને માર્ગદર્શન આપવામાં આવ્યું.

Read More

ઝાંખર ગામે યોજાયેલા ‘એન્ટી-સરા કેમ્પ’માં ૧૦૫ ઊંટોનું પરીક્ષણ કરી વિનામૂલ્યે સારવાર અપાઈ

હિન્દ ન્યુઝ, ઝાંખર    પશુચિકિત્સા દવાખાનું લાલપુર દ્વારા ઝાંખર ગામે ઊંટોમાં થતા ગંભીર રોગોના અટકાયત અને યોગ્ય સારવારના અર્થે ‘એન્ટી-સરા કેમ્પ’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પ દરમિયાન ગામના ઊંટ પાલકોના કુલ ૧૦૫ ઊંટોનું પશુચિકિત્સકોની ટીમ દ્વારા ઝીણવટપૂર્વક શારીરિક પરીક્ષણ કરી જરૂરી રસીકરણ અને દવાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સરા નિવારણ કેમ્પ અંતર્ગત ઊંટોમાં જોવા મળતા અત્યંત ગંભીર એવા ટ્રિપેનોસોમિયાસિસ રોગ સામે પ્રતિબંધાત્મક સારવાર આપવા સાથે ત્વચાના રોગો તેમજ અન્ય શારીરિક તકલીફોથી પીડાતા ઊંટોની યોગ્ય સારવાર કરી જરૂરી દવાઓ આપવામાં આવી હતી. આ ઉપરાંત પશુચિકિત્સકો દ્વારા ઊંટ પાલકોને પોતાના…

Read More