હિન્દ ન્યુઝ, દાહોદ રાષ્ટ્રીય ડૉક્ટર્સ ડે નિમિત્તે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA), દાહોદ દ્વારા ” આરોગ્ય જાગૃતિ, રકતદાન મહાદાન, બેટી બચાઓ બેટી પઢાઓ, ઇંધણ બચાવો – સ્ટોપ રેગિંગ, સ્ટોપ અટેક અગેનસ્ટ ડૉક્ટર, ઓર્ગન ડોનેશન, પર્યાવરણ બચાવો ” ના સંદેશ સાથે સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. સાયકલ રેલીને દાહોદ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. ઉદયકુમાર ટીલાવતના હસ્તે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. રેલી ઇન્ડિયન રેડ ક્રોસ ભવનથી પ્રસ્થાન કરી ગોવિંદનગર, પડાવ, નગરપાલિકા, ભગિની સમાજ, ગોધરા રોડ, પરેલ, બસ સ્ટેશન અને સર્કિટ હાઉસ માર્ગે ફરી ઇન્ડિયન રેડ ક્રોસ…
Read MoreDay: July 2, 2026
સુરતના યુનિવર્સલ ફાઉન્ડેશન દ્વારા યુવા વિદ્યાર્થીઓ માટે નિઃશુલ્ક ‘સોશિયલ ઇન્ટર્નશીપ’ યોજાઈ
હિન્દ ન્યુઝ, સુરતના છેલ્લા ૧૫ વર્ષથી સમાજ સેવા, રાષ્ટ્ર સેવા, યુવા સશક્તિકરણ તેમજ ભારતીય સંસ્કૃતિના મૂલ્યોના સંવર્ધન માટે અવિરત કાર્યરત ‘યુનિવર્સલ ફાઉન્ડેશન-સુરત’ દ્વારા વર્ષ ૨૦૨૬ના મે અને જૂન માસ દરમિયાન ૧૪ દિવસ તેમજ ૨૧ દિવસીય સંપૂર્ણ નિઃશુલ્ક અને સફળ ‘સોશિયલ ઇન્ટર્નશીપ’ તાલીમ યોજાઈ હતી. ધર્મ, કર્મ અને જીવનરક્ષાના સંસ્કારો સાથે યુવાનોના સર્વાંગી ઘડતરને સમર્પિત આ અભિયાન દેશની સૌથી મોટી નિઃશુલ્ક અને જનભાગીદારીયુક્ત ઇન્ટર્નશિપના રૂપમાં ઉભરી આવ્યું છે. આ વર્ષે ગુજરાત અને મહારાષ્ટ્રની ૮થી વધુ નામાંકિત યુનિવર્સિટીઓ તથા વિવિધ કોલેજોના ૬૦૦થી વધુ વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓએ આ તાલીમમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.
Read Moreનવી સિવિલમાં ‘નમો સ્વચ્છતા અભિયાન’: ૭૫થી વધુ સફાઈકર્મીઓ નવી સિવિલના વિશાળ કેમ્પસને સ્વચ્છ અને સુઘડ બનાવવાની કામગીરીમાં ઉત્સાહભેર જોડાયા
હિન્દ ન્યુઝ, સુરત રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા રાજ્યની તમામ સરકારી આરોગ્ય સંસ્થાઓમાં સ્વચ્છતા અને સુવ્યવસ્થાને સુદ્રઢ બનાવવાના હેતુથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ ગાંધીનગર સિવિલ કેમ્પસમાં સફાઈ કરીને ‘નમો સ્વચ્છતા અભિયાન’નો રાજ્યવ્યાપી શુભારંભ કરાવ્યો હતો. જેના ભાગરૂપે નવી સિવિલ હોસ્પિટલમાં તબીબી અધિક્ષક ડો.પારૂલ વડગામાના માર્ગદર્શન હેઠળ ૭૫થી વધુ સફાઈ કર્મીઓએ ઉત્સાહભેર જોડાઈને નવી સિવિલના વિશાળ કેમ્પસને સ્વચ્છ અને સુઘડ બનાવવાની કામગીરી કરી હતી.
Read Moreસુરત જિલ્લા ટાસ્ક ફોર્સ દ્વારા મે અને જૂન માસમાં બાળ મજૂરી નાબૂદીની સઘન ઝુંબેશ: ૧૬ રેડ અને સ્પેશિયલ ડ્રાઇવ દરમિયાન ૨૦ બાળશ્રમિકો અને ૪૧ તરૂણ શ્રમિકોને મુક્ત કરાયા
હિન્દ ન્યુઝ, સુરત બાળ અને તરૂણ શ્રમયોગી (પ્રતિબંધ અને નિયમન) અધિનિયમ, ૧૯૮૬ અંતર્ગત સુરત જિલ્લામાં બાળમજૂરીના દૂષણને સંપૂર્ણપણે નાબૂદ કરવાના આશયથી જિલ્લા કલેક્ટર તેજસ પરમારના સીધા માર્ગદર્શન અને અધ્યક્ષતા હેઠળ જિલ્લા ટાસ્કફોર્સ દ્વારા મે અને જૂન-૨૦૨૬ માસ દરમિયાન પ્રશંસનીય અને સઘન કામગીરી હાથ ધરવામાં આવી છે. નાયબ શ્રમ આયુક્તની કચેરી-સુરત, બાળ સુરક્ષા યુનિટ, પોલીસ વિભાગ, એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ (AHTU), જિલ્લા આરોગ્ય વિભાગ અને જિલ્લા શિક્ષણ વિભાગ સહિતની વિવિધ કચેરીઓના સંયુક્ત ઉપક્રમે રચાયેલી ડિસ્ટ્રિક્ટ ટાસ્કફોર્સની ટીમે સુરતના વરાછા રોડ, મિની બજાર, સલાબતપુરા, ભેસ્તાન તેમજ સુરત જિલ્લાના પલસાણા, કામરેજ…
Read Moreલાજપોર સેન્ટ્રલ જેલ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો
હિન્દ ન્યુઝ, સુરત સુરત જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ, સુરત જિલ્લા ન્યાયાલય અને સામાજિક વનીકરણ વિભાગ તથા લાજપોર સેન્ટ્રલ જેલના સંયુકત ઉપક્રમે લાજપોર સેન્ટ્રલ જેલ પરિસરમાં ૪૦૦ જેટલા વૃક્ષો વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ અવસરે સચિવશ્રી અને સીનીયર સિવિલ ન્યાયાધીશ ડી.આર.જોષી, સીનીયર જેલર પી.ડી. હિહોરીયા, જેલર એસ.બી.તડવી, પી.એલ.વી પ્રદિપ શિરસાઠ, રાઉન્ડ ફોરેસ્ટર સચિનના કમલેશભાઈ પટેલ, રાઉન્ડ ફોરેસ્ટર મગોબ, આર.આર વાડું, બીટ ગાર્ડ અલથાણના શુભાંગીબેન ચૌધરી સહિતના મહાનુભવોના હસ્તે લાજપોર સેન્ટ્રલ જેલ ખાતે વૃક્ષારોપણ કરીને પર્યાવરણની જાળવણીનો સંદેશ આપ્યો હતો.
Read More