સુરત જિલ્લા ટાસ્ક ફોર્સ દ્વારા મે અને જૂન માસમાં બાળ મજૂરી નાબૂદીની સઘન ઝુંબેશ: ૧૬ રેડ અને સ્પેશિયલ ડ્રાઇવ દરમિયાન ૨૦ બાળશ્રમિકો અને ૪૧ તરૂણ શ્રમિકોને મુક્ત કરાયા

હિન્દ ન્યુઝ, સુરત 

    બાળ અને તરૂણ શ્રમયોગી (પ્રતિબંધ અને નિયમન) અધિનિયમ, ૧૯૮૬ અંતર્ગત સુરત જિલ્લામાં બાળમજૂરીના દૂષણને સંપૂર્ણપણે નાબૂદ કરવાના આશયથી જિલ્લા કલેક્ટર તેજસ પરમારના સીધા માર્ગદર્શન અને અધ્યક્ષતા હેઠળ જિલ્લા ટાસ્કફોર્સ દ્વારા મે અને જૂન-૨૦૨૬ માસ દરમિયાન પ્રશંસનીય અને સઘન કામગીરી હાથ ધરવામાં આવી છે. નાયબ શ્રમ આયુક્તની કચેરી-સુરત, બાળ સુરક્ષા યુનિટ, પોલીસ વિભાગ, એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ (AHTU), જિલ્લા આરોગ્ય વિભાગ અને જિલ્લા શિક્ષણ વિભાગ સહિતની વિવિધ કચેરીઓના સંયુક્ત ઉપક્રમે રચાયેલી ડિસ્ટ્રિક્ટ ટાસ્કફોર્સની ટીમે સુરતના વરાછા રોડ, મિની બજાર, સલાબતપુરા, ભેસ્તાન તેમજ સુરત જિલ્લાના પલસાણા, કામરેજ સહિતના વિવિધ ઔદ્યોગિક અને વ્યાપારી એકમો પર આકસ્મિક તપાસ અને રેડ ઓપરેશન્સ હાથ ધર્યા હતા. જેમાં મે અને જૂન માસમાં બાળ મજૂરી નાબૂદીની સઘન ઝુંબેશ અંતર્ગત ૧૬ રેડ અને સ્પેશિયલ ડ્રાઇવ દરમિયાન ૨૦ બાળ શ્રમિકો અને ૪૧ તરૂણ શ્રમિકો મુક્ત કરાવ્યા હતા.

Related posts

Leave a Comment