આણંદ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન: કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીની પ્રેરક ઉપસ્થિતિ

હિન્દ ન્યુઝ, આણંદ    આણંદ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી, આણંદ અને જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગના સહયોગથી માનવ કલ્યાણના ઉમદા હેતુ સાથે આજે શહેરના સરદાર પટેલ બેન્કવેટ હોલ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરી અને જિલ્લા વિકાસ અધિકારી સુ દેવાહુતીની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં વહીવટીતંત્રના અનેક અધિકારીઓ અને કર્મચારીઓએ સ્વૈચ્છિક રીતે રક્તદાન કરીને સામાજિક જવાબદારી અદા કરી હતી. આ કેમ્પનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજમાં રક્તદાન પ્રત્યે જાગૃતિ લાવવાનો અને વધુમાં વધુ લોકોને આ માનવીય કાર્યમાં જોડાવા માટે પ્રેરિત કરવાનો રહ્યો હતો. સ્વૈચ્છિક અને નિયમિત…

Read More

આણંદના નાવલી ખાતે NCC ના ફાયરિંગ પ્રેક્ટિસ કેમ્પને પગલે જનતા અને પશુઓની હેરફેર પર મનાઈ

હિન્દ ન્યુઝ, આણંદ     આણંદ જિલ્લાના નાવલી ખાતે આવેલી એન.સી.સી. લીડરશીપ એકેડમીમાં આગામી સમયમાં યોજાનારા વાર્ષિક ફાયરિંગ પ્રેક્ટિસ કેમ્પને ધ્યાનમાં રાખીને આણંદના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી લલિતકુમાર એ. પટેલે એક જાહેરનામું બહાર પાડીને તા. 20/07/2026 થી તા.29/07/2026 સુધી નિર્ધારિત દિવસો દરમિયાન નિર્દિષ્ટ વિસ્તારમાં લોકો અને પશુઓની અવરજવર પર સંપૂર્ણ પ્રતિબંધ લાદ્યો છે. જાહેરનામાની વિગતો અનુસાર, આણંદ (રૂરલ) પોલીસ સ્ટેશનની હદમાં આવેલા નાવલી એન.સી.સી. એકેડમીના એક કિલોમીટર વિસ્તારમાં નિર્ધારિત તારીખોએ પશુઓ તથા માણસોની હેરફેર તેમજ જાહેર ઉપયોગ માટેના માર્ગો બંધ રાખવા ફરમાવવામાં આવ્યું છે.  આ જાહેરનામાનો ભંગ કરનાર કોઈપણ વ્યક્તિ…

Read More

ઉમરેઠ ખાતે ‘કામકાજના સ્થળે થતી જાતીય સતામણી અધિનિયમ-૨૦૧૩’ અંગે માર્ગદર્શન સેમિનાર યોજાયો

હિન્દ ન્યુઝ, ઉમરેઠ     કમિશનર, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા પ્રેરિત અને જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી, આણંદ દ્વારા તાજેતરમાં ઉમરેઠના બ્લોક રિસોર્સ સેન્ટર ખાતે ‘કામકાજના સ્થળે થતી જાતીય સતામણી અધિનિયમ-૨૦૧૩’ વિષય પર એક મહત્વપૂર્ણ માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા મહિલા અને બાળ અધિકારીએ પ્રાસંગિક ઉદબોધન આપતા મહિલાઓના કાર્યસ્થળે સુરક્ષા અને ગરિમા જાળવવાના મહત્વ પર ભાર મૂક્યો હતો. સેમિનારમાં ડી.એલ.એસ.એ. એડવોકેટ ગોપીબેન મહેતાએ ઉપસ્થિત મહિલાઓને જાતીય સતામણી વિરોધી કાયદાની વિવિધ કલમો અને કાયદાકીય પ્રક્રિયાઓ વિશે ઊંડાણપૂર્વક સમજ આપી હતી, જેથી મહિલાઓ પોતાના અધિકારો પ્રત્યે જાગૃત…

Read More

પ્રાકૃતિક ખેતીથી ભાવનગરના કરેડા ગામના પોપટભાઈ સોલંકીનું બદલાયું ભાગ્ય: દેવાના બોજમાંથી મુક્તિ મેળવી આજે ટ્રેક્ટર અને ફોર-વ્હીલરના માલિક બન્યા

હિન્દ ન્યુઝ, ભાવનગર     ભાવનગરના કરેડા ગામના પ્રગતિશીલ ખેડૂત શ્રી પોપટભાઈ સોલંકીએ સરતાનપર ખાતે યોજાયેલા પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં પોતાના જીવનના અનુભવો વર્ણવતા જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૧૪માં કોઈ પૂર્વ અનુભવ વિના પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી હતી. તે પહેલાં તેઓ રાસાયણિક ખેતી કરતા હતા, પરંતુ વધતા ખેતી ખર્ચ અને ઘટતી આવકના કારણે આર્થિક સંકટમાં સપડાઈ દેવાના બોજ હેઠળ દબાઈ ગયા હતા. એક સમય એવો પણ આવ્યો હતો કે ખેતીને ટકાવી રાખવી પણ મુશ્કેલ બની ગઈ હતી. તે દરમિયાન પીપળ ગામના પ્રગતિશીલ ખેડૂતના પ્રાકૃતિક ખેતીના મોડેલથી પ્રેરણા મેળવી તેમણે પ્રાકૃતિક ખેતીનો…

Read More

ભાવનગર વન વિભાગ હેઠળની જેસર રેન્જ કચેરી ખાતે જુના ભંગારની જાહેર હરાજી કરાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર     ભાવનગર વન વિભાગ હેઠળની ક્ષેત્રિય જેસર રેન્જ રાઉન્ડ ખાતે જૂના ભંગારની જાહેર હરાજી તા.૧૦/૦૭/૨૦૨૬ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે જેસર ડેપો (રાણીગાળા) ખાતે રાખવામાં આવી છે. તેમાં ભાગ લેવા રસ ધરાવતાં ઈસમોને નિયત સમય તથા તારીખ અને સ્થળે હાજર રહેવા ભાવનગર વન વિભાગ દ્વારા જણાવ્યું છે. માલની વિગતો મુજબ બંધ પડી ગયેલ જુના લોખંડનાં પ્રેસનાં દરવાના નંગ-૪ (૩૧૦ કિ.ગ્રા.ક્વિન્ટલ) જુની બંઘ પડલી લોખંડની ડંકી નંગ-૪ (૭૫ કિ.ગ્રા.ક્વિન્ટલ),જુનું બંધ હાલતમાં પડેલ જનરેટરનું એન્જીન ૧૦૫ કિ.ગ્રા.ક્વિન્ટલ,ખુંટવડા ગોડાઉનનું જુનું લોખંડનું શટર ૯૫ કિ.ગ્રા.ક્વિન્ટલ,જુનાં ગ્રુવ માંથી કાઢેલા લોખંડનાં પાઈપ અને…

Read More

ભાવનગર શહેરનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા. ૨૨ જુલાઇના યોજાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર     ભાવનગર શહેરનો તા.૨૨/૦૭/૨૦૨૬ ને બુધવારના રોજ ૧૧:૦૦ કલાકે સીટી મામલતદાર કચેરી, બી.પી.ટી.આઇ. સામે, વિદ્યાનગર, ભાવનગર શહેર ખાતે માન.મુખ્યમંત્રીનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ, તાલુકા કક્ષાના પ્રશ્નોના નિકાલ કરવા માટે નાયબ કલેક્ટર, ભાવનગરના અધ્યક્ષ સ્થાને રાખવામાં આવેલ છે. આથી ભાવનગર સીટીના પ્રશ્નો માટે ભાવનગર શહેરના અરજદારઓ પાસેથી તા.૧૦/૦૭/૨૦૨૬ સુધીમાં વિવિધ કચેરીઓમાં અનિર્ણીત પ્રશ્નોની આધાર પુરાવા સાથે અરજી મંગાવવામાં આવે છે. પ્રશ્ન રજૂ કરવા માટે જે-તે અરજદારે ભાવનગર શહેર સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમના મથાળા નીચે સીટી મામલતદારશ્રી, ભાવનગરને પુરાવા સાથે અરજી કરવાની રહેશે. આ કાર્યક્રમમાં ગત તાલુકા ફરિયાદ નિવારણ…

Read More

આણંદ જિલ્લાની આંગણવાડીઓમાં શિક્ષણનો નવતર પ્રયોગ: ‘હૂંફ અને સ્મિત’ સાથે ભૂલકાઓનું ભાવભીનું સ્વાગત

હિન્દ ન્યુઝ, આણંદ     આણંદ જિલ્લામાં મહિલા અને બાળ વિકાસ વિભાગ હેઠળ કાર્યરત સંકલિત બાળ વિકાસ સેવા યોજના (ICDS) દ્વારા આંગણવાડી કેન્દ્રોમાં પૂર્વ પ્રાથમિક શિક્ષણને વધુ અસરકારક, ગુણવત્તાસભર અને આનંદમય બનાવવા માટે એક વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ નવીન પહેલ હેઠળ આંગણવાડીમાં આવતા નાના ભૂલકાઓને માત્ર પરંપરાગત શિક્ષણ જ નહીં, પરંતુ આત્મીયતા અને ઉષ્માભર્યા વાતાવરણમાં કેળવણી મળે તેવું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લાના વિવિધ કેન્દ્રો પર બાળકોનું સ્વાગત અત્યંત વિશિષ્ટ રીતે કરવામાં આવી રહ્યું છે, જેમાં શિક્ષિકાઓ અને તેડાગર બહેનો દ્વારા હેન્ડ શેક, તાલી પાડીને, નમસ્કાર કરીને…

Read More

ગીર સોમનાથ જિલ્લામાં બાયોમેડિકલ વેસ્ટ જોગવાઈઓનું ચુસ્ત પાલન કરવા જાહેરનામું પ્રસિદ્ધ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ        હોસ્પિટલનો બાયોમેડિકલ વેસ્ટ પર્યાવરણને નુકસાન ન પહોંચે તે રીતે નિકાલ કરવાનો હોય છે. ગીર સોમનાથ જિલ્લાની તમામ હોસ્પિટલમાં બાયોમેડિકલ વેસ્ટ ટ્રીટમેન્ટ અને ડિસ્પોઝલના માપદંડોનું ચુસ્તપણે પાલન થાય તે જરૂરી છે. સરકારની જોગવાઈઓનું ચુસ્તપણે પાલન થાય એના ભાગરૂપે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી રાજેશ આલ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે. આ જાહેરનામા અનુસાર ગીર સોમનાથ જિલ્લામાં આવેલી તમામ હોસ્પિટલમાં ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા આપવામાં આવેલ ઓથોરાઈઝેશન સર્ટિફિકેટ તથા કોમન બાયોમેડિકલ વેસ્ટ ડિસ્પોઝલ ફેસિલિટીનું મેમ્બરશિપ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ તેમજ નમૂનાનું સાઈનબોર્ડ લોકો સરળતાથી જોઈ શકે એ…

Read More

જિલ્લામાં વોટર પાર્ક, બોટિંગ, વોટર સ્પોર્ટ્સ, સ્વિમિંગ પુલ જેવા સ્થળોએ તકેદારીના પગલાં લેતા જાહેરનામું પ્રસિદ્ધ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ      ગીર સોમનાથ જિલ્લામાં કોઈપણ પ્રકારની આકસ્મિક અને ગંભીર ઘટનાઓ અટકાવી શકાય તેમજ લોકો વોટરપાર્ક, બોટિંગ, વોટર રાઈડ્સ, વોટર સ્પોર્ટ્સ, સ્વિમિંગ પુલ, આનંદ મેળા તથા એમ્યુઝમેન્ટ પાર્કમાં સ્થળ પરની સુરક્ષા માટે લોકો સજાગ રહે અને આવા વિવિધ એકમોના માલિકો પોતાની જવાબદારી યોગ્ય રીતે નિભાવે એ હેતુસર તકેદારીના પગલા લેતાં અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી રાજેશ આલ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે. આ જાહેરનામાં અનુસાર ગીર સોમનાથ જિલ્લાના વિસ્તારમાં આવેલા તમામ વોટરપાર્ક, બોટિંગ, વોટર રાઈડ્સ, વોટર સ્પોર્ટ્સ, સ્વિમિંગ પુલ, આનંદ મેળા તથા એમ્યુઝમેન્ટ પાર્ક જ્યાં મોટી સંખ્યામાં…

Read More

ઉના-ગીરગઢડા-જામવાડા રોડના મેજર-માઈનોર બ્રીજ પરથી ભારે વાહનો પસાર કરવા પર પ્રતિબંધ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ       ઉના-ગીરગઢડા-જામવાડા રોડના મેજર બ્રીજના સુપર સ્ટ્ર્ક્ચરનું બેરિંગ નબળું હોવાના કારણે તેમજ માઈનોર બ્રીજની નબળી સ્થિતિના કારણે જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી જે.એન.વાઘેલા દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરી અને ઉના-ગીરગઢડા-જામવાડા રોડમાં આવેલા મેજર-માઈનોર બ્રીજ પરથી ભારે વાહનો પસાર કરવા પર પ્રતિબંધ ફરમાવાયો છે. આ જાહેરનામા અનુસાર ઉના-ગીરગઢડા-જામવાડા રોડમાં આવેલા મેજર બ્રીજ કિ.મી ૩૯/૦૦ થી કિ.મી ૪૦/૦૦ અને માઈનોર બ્રીજ કિ.મી. ૩૦/૦૭ પરથી મેક્સી કેબથી ઉપરના તમામ વાહનો જે મહત્તમ ૧૨ પેસેન્જરની ક્ષમતાથી ઉપરના વાહનો, મીડિયમ ગુડ્સ વાહનો અને ૭૫૦૦ કિ.ગ્રાથી વધુ વજન ધરાવતા તમામ ટ્રાન્સપોર્ટ એન્ડ નોન ટ્રાન્સપોર્ટ…

Read More