ભાવનગર વન વિભાગ હેઠળની જેસર રેન્જ કચેરી ખાતે જુના ભંગારની જાહેર હરાજી કરાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર

    ભાવનગર વન વિભાગ હેઠળની ક્ષેત્રિય જેસર રેન્જ રાઉન્ડ ખાતે જૂના ભંગારની જાહેર હરાજી તા.૧૦/૦૭/૨૦૨૬ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે જેસર ડેપો (રાણીગાળા) ખાતે રાખવામાં આવી છે. તેમાં ભાગ લેવા રસ ધરાવતાં ઈસમોને નિયત સમય તથા તારીખ અને સ્થળે હાજર રહેવા ભાવનગર વન વિભાગ દ્વારા જણાવ્યું છે.

માલની વિગતો મુજબ બંધ પડી ગયેલ જુના લોખંડનાં પ્રેસનાં દરવાના નંગ-૪ (૩૧૦ કિ.ગ્રા.ક્વિન્ટલ) જુની બંઘ પડલી લોખંડની ડંકી નંગ-૪ (૭૫ કિ.ગ્રા.ક્વિન્ટલ),જુનું બંધ હાલતમાં પડેલ જનરેટરનું એન્જીન ૧૦૫ કિ.ગ્રા.ક્વિન્ટલ,ખુંટવડા ગોડાઉનનું જુનું લોખંડનું શટર ૯૫ કિ.ગ્રા.ક્વિન્ટલ,જુનાં ગ્રુવ માંથી કાઢેલા લોખંડનાં પાઈપ અને કાંટાળા તારનો ભંગાર ૧૩૦ કિ.ગ્રા.ક્વિન્ટલ, જુનાં લોખંડનાં ખીલા, તંબુના પાઈપ, તાળા, નટબોલ, ટીપણી. ૪૨ કિ.ગ્રા. ક્વિન્ટલ,જુના બરાબ થયેલા ટ્રીગાર્ડ અને જુના પતરા, પાવડા, તગારા ૨૪૦ કિ.ગ્રા. ક્વિન્ટલ અને રૂટ ટ્રેનર, ગાર્ડન પાઈપ, PVC પાઇપ, કાળા રેઝા પાઈપ, તુટેલો પાણીનો ટાંકો, ટેબલ-ખુરશી તથા જુનો તુટેલો પ્લાસ્ટીકનો સામાન ૮૦ કિ.ગ્રા. ક્વિન્ટલ ઉપલબ્ધ છે.

ભાગ લેનાર ઈસમોએ ખરાપણાની રકમ એકલોટના રૂા.૪૦૦/- માંગણી કરતા પહેલા રોકડેથી કરવાના રહેશે.

હરાજી જેના નામે મંજૂર કરવામાં આવે તે ઈસમોને તેની માંગણીની પુરેપુરી રકમના ૨૫ ટકા રકમ તે જ સમયે સ્થળ પર ભરવાની રહેશે.

તમામ શરતો હરાજીના સમયે સ્થળ પર વાંચી સંભળાવવામાં આવશે.

હરાજીમાં મુકવામાં આવેલ સદર મુદ્દામાલ ભાગ લેનાર ઈસમો હરાજી પહેલાના કોઈપણ ચાલુ કામ-કાજના દિવસે જેસર (રાણીગાળા) ખાતે જોઈ ચકાસી શકશે.

હરાજીમાં ફેરફાર કરવાની કે હરાજી મંજૂર કે ના-મંજૂર કરવાની તમામ આખરી સત્તા ભાવનગર વન વિભાગના નાયબ વન સંરક્ષકની રહેશે.

Related posts

Leave a Comment