વલસાડ જિલ્લામાં પૂરની સ્થિતિને પગલે જિલ્લા પ્રભારી મંત્રી નરેશભાઈ પટેલે આવી પહોંચી સ્થિતિનો તાગ મેળવ્યો

હિન્દ ન્યુઝ, વલસાડ     વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદ અને પૂરની સ્થિતિને પગલે જિલ્લા પ્રભારી મંત્રી તેમજ આદિજાતિ વિકાસ, ખાદી, કુટિર ઉદ્યોગ અને ગ્રામોદ્યોગ વિભાગના કેબિનેટ મંત્રીશ્રી નરેશભાઈ પટેલ વલસાડ આવી પહોંચ્યા હતા અને પૂર નિયંત્રણ કક્ષની મુલાકાત લઈ જિલ્લામાં ચાલી રહેલી રાહત, બચાવ અને સેવાકીય પ્રવૃતિની માહિતી મેળવી હતી.          આ મુલાકાત વેળા મંત્રીએ જણાવ્યું કે, વલસાડ જિલ્લાના દરેક તાલુકામાં ધોધમાર વરસાદ છે, મે મારા અત્યાર સુધીના જાહેર જીવનમાં પ્રથમવાર આટલો વરસાદ જોયો છે. આવા સંજોગોમાં આપણા જિલ્લામાં આવેલી નદીઓમાં પણ ઘોડાપૂર વહી રહ્યા છે. જેના કારણે…

Read More

કપરાડાના તિસ્કરીજંગલમાં ડુંગરની માટી ધસી પડતા એક મહિલાનું મોત, એક ઘાયલ

હિન્દ ન્યુઝ, વલસાડ       વલસાડ જિલ્લામાં ભારે વરસાદને પગલે અનેક ઠેકાણે માટી ધસી પડવાના બનાવ બન્યા હતા. જેમાં કપરાડા તાલુકાના તિસ્તરી જંગલ ગામમાં ડુંગર પરથી માટી ધસી પડવાને કારણે એક મહિલાનું મોત થયું હતું જયારે એક મહિલાને ઈજા થતા વલસાડની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.  વલસાડ જિલ્લા પૂર નિયંત્રણ કક્ષ પાસેથી મળતી વિગત મુજબ, કપરાડા તાલુકાના તિસ્કરી જંગલ ગામે કોસીમપાડા ફળિયામાં ડુંગર પરથી માટી ધસી પડતા ૫૫ વર્ષીય લાડકીબેન સીતાભાઈ થોટગા દબાઈ જવાને કારણે મોતને ભેટ્યા હતા. જ્યારે તેમની સાથે ફૂલીબેન દિનેશભાઈ બાતરીને પગમાં ઈજા થતા સારવાર અર્થે…

Read More

વલસાડ જિલ્લા પ્રભારી મંત્રી નરેશભાઈ પટેલે પૂર અસરગ્રસ્ત વિસ્તારોનું નિરિક્ષણ કર્યુ

હિન્દ ન્યુઝ, વલસાડ અસરગ્રસ્તોને સમયસર શેલ્ટર હોમમાં રહેવા, જમવા સહિત આરોગ્યલક્ષી સેવા મળી રહે તે માટે સૂચન કર્યુ વલસાડ જિલ્લામાં પૂર જેવી સ્થિતને પગલે જિલ્લા પ્રભારી મંત્રીશ્રી તેમજ આદિજાતિ વિકાસ, ખાદી, કુટિર ઉદ્યોગ અને ગ્રામોદ્યોગ વિભાગના કેબિનેટ મંત્રીશ્રી નરેશભાઈ પટેલ વલસાડ આવી પહોંચ્યા હતા અને ટીમ સાથે છીપવાડ ગરનાળાના પુલ ઉપરથી છીપવાડ દાણાબજારની માહિતી મેળવી હતી. ત્યારબાદ ઔરંગા નદીના મોટા પુલ પાસે પહોંચી બંને કાંઠે વહેતી ઔરંગા નદીના પગલે નીચાણવાળા ક્યાં ક્યાં વિસ્તારમાં પાણી ભરાયા અને કેટલા લોકોનું સ્થાળંતર કરવામાં આવ્યું તે અંગેની માહિતી મેળવી અસરગ્રસ્તોને રહેવા, જમવા અને આરોગ્યને…

Read More

પાટણ ખાતે કલેક્ટર ડૉ. પ્રશાંત જીલોવાની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાનો “સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ” યોજાયો

હિન્દ ન્યુઝ, પાટણ     જિલ્લા સેવા સદન, પાટણ ખાતે કલેક્ટર ડૉ. પ્રશાંત જીલોવાની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાનો “સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ” યોજાયો. કાર્યક્રમ દરમિયાન જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી આવેલા કુલ ૧૪ અરજદારોએ પોતાની સમસ્યાઓ અને રજૂઆતો કલેક્ટર સમક્ષ રજૂ કરી હતી. લોકોની સમસ્યાઓના ઝડપી અને સંવેદનશીલ ઉકેલ માટે તંત્ર પ્રતિબદ્ધ કલેક્ટરશ્રીએ દરેક અરજદારની રજૂઆત ધીરજપૂર્વક સાંભળી સંબંધિત વિભાગોના અધિકારીઓ પાસેથી જરૂરી વિગતો મેળવી પ્રશ્નોના યોગ્ય અને અસરકારક નિરાકરણ માટે માર્ગદર્શન આપ્યું હતું.

Read More

અમદાવાદ ખાતે ગુજરાતના શિક્ષણ ક્ષેત્રે એક નવી, અત્યંત મહત્વપૂર્ણ અને ઐતિહાસિક પહેલ

હિન્દ ન્યુઝ, અમદાવાદ      મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગુજરાતના શિક્ષણ ક્ષેત્રે એક નવી, અત્યંત મહત્વપૂર્ણ અને ઐતિહાસિક પહેલ ‘સમરસ વિદ્યા સેતુ અભિયાન’નો અમદાવાદ ખાતેથી શિક્ષણ મંત્રી પ્રદ્યુમનભાઈ વાજા, શિક્ષણ રાજ્યમંત્રી શ્રીમતી રીવાબા જાડેજા, શહેરી વિકાસ રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલા તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં રાજ્યવ્યાપી શુભારંભ કરાવ્યો હતો.  મુખ્યમંત્રીએ આ અવસરે શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાઈને ઉમદા કામગીરી કરી રહેલ સામાજિક સંસ્થાઓ તેમજ ડ્રોપઆઉટ થયેલા વિધાર્થીઓનો પુનઃપ્રવેશ કરાવનાર શિક્ષકોને સન્માનિત કર્યાં હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકાર દ્વારા દરેક બાળક સુધી શિક્ષણ પહોંચાડવાના દ્રઢ સંકલ્પ સાથે પ્રારંભ કરવામાં આવેલ આ અભિયાન…

Read More

વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદને પગલે ૩૨૬ માર્ગો વાહન વ્યવહાર માટે બંધ કરાયા

હિન્દ ન્યુઝ, વલસાડ     વલસાડ જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી પડી રહેલા ભારે વરસાદના કારણે વલસાડ જિલ્લાના અનેક સ્થળોએ પાણી ભરાવા, માર્ગ ધોવાઈ જવા તેમજ પુલ-કલ્વર્ટ ઉપરથી પાણી વહેવાના કારણે માર્ગ અને મકાન (પંચાયત) હસ્તકના ૩૧૩ અને માર્ગ અને મકાન (સ્ટેટ) હસ્તકના ૧૩ મળી કુલ ૩૨૬ માર્ગો બંધ કરવામાં આવ્યા છે. પંચાયત માર્ગ અને મકાન વિભાગ, વલસાડ દ્વારા તમામ અસરગ્રસ્ત સ્થળોએ રસ્તાઓ બંધ હોવાની સૂચના દર્શાવતા બેરિકેડ્સ મૂકવામાં આવ્યા છે, જેથી કોઈપણ પ્રકારની દુર્ઘટના ટાળી શકાય અને લોકો જોખમી માર્ગો પર અવરજવર ન કરે. વિભાગ દ્વારા વરસાદની સ્થિતિ પર સતત નજર…

Read More

જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં જુલાઈ માસનો જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, ગાંધીનગર     આજે જિલ્લા કલેક્ટર રવિન્દ્ર ખતાલેની અધ્યક્ષતામાં જુલાઈ માસનો જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં નાગરિકો દ્વારા રજૂ કરવામાં આવેલા રસ્તા, જમીન અને પાણી સહિતના વિવિધ વ્યક્તિગત તેમજ જાહેર હિતના તમામ 12 પ્રશ્નોની પ્રત્યક્ષ ચર્ચા-વિચારણા કરીને સ્થળ પર જ હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે કલેક્ટરએ તમામ અમલીકરણ અધિકારીઓને પ્રજાકીય પ્રશ્નો પ્રત્યે હકારાત્મક અભિગમ સાથે સરકારી માર્ગદર્શિકા મુજબ ઝડપી અને કાયમી ઉકેલ લાવવા સૂચના આપી હતી.

Read More

પૂર્ણા નદીની સપાટીમાં વધારો : નીચાણવાળા વિસ્તારોમાં ફાયર ટીમ દ્વારા જાહેર અનાઉન્સમેન્ટ કરી નાગરિકોને સાવચેત રહેવા અપીલ

હિન્દ ન્યુઝ, નવસારી     ઉપરવાસમાં સતત વરસાદને પગલે પૂર્ણા નદીની જળસપાટીમાં વધારો નોંધાઈ રહ્યો છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં રહેતા નાગરિકોની સલામતીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી રહી છે.  ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસની ટીમો દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં સતત પેટ્રોલિંગ હાથ ધરી લાઉડસ્પીકર મારફતે જાહેર અનાઉન્સમેન્ટ કરવામાં આવી રહી છે. નદીની વધતી જળસપાટી અંગે લોકોને માહિતગાર કરી સતર્ક રહેવા, જરૂરી સાવચેતી રાખવા તથા વહીવટી તંત્રની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી રહી છે. સાથે જ નાગરિકોને નદી, કાંઠાના વિસ્તારો તથા પાણી ભરાયેલા માર્ગોની નજીક જવાનું…

Read More

ભારે વરસાદની પરિસ્થિતિમાં માર્ગ અને મકાન વિભાગ એક્શનમાં

હિન્દ ન્યુઝ, નવસારી      નવસારી જિલ્લામાં તથા ભારે વરસાદની પરિસ્થિતિ વચ્ચે માર્ગ અને મકાન વિભાગ, નવસારી (રાજ્ય) દ્વારા માર્ગ વ્યવહાર સુચારુ રહે તે માટે ત્વરિત ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. માર્ગ અને મકાન વિભાગ, નવસારી (રાજ્ય)ના કાર્યક્ષેત્ર હેઠળ જિલ્લામાં કુલ ૭૦ માર્ગો આવેલા છે. તા. ૨૨/૦૭/૨૦૨૬ના રોજ ભારે વરસાદ કારણે વાંસદા–હનુમાનબારી માર્ગ, વાંસદા–વાસીયા–તળાવ–બોરિયાચ–ખાટાઆંબા–કાણધા માર્ગ તેમજ ચીખલી–ખેરગામ–ધરમપુર માર્ગ સહિતના વિવિધ માર્ગો પર વૃક્ષો ધરાશાયી થતાં વાહનવ્યવહારને અસ્થાયી અસર પહોંચી હતી. પરંતુ માર્ગ અને મકાન વિભાગની ટીમોએ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી જે.સી.બી. સહિતના સાધનોની મદદથી યુદ્ધના ધોરણે વૃક્ષો દૂર કરી…

Read More

અડધી રાતે ભટકતી માનસિક અસ્વસ્થ યુવતી માટે ‘181 અભયમ’ તારણહાર બની

હિન્દ ન્યુઝ, જામનગર      અડધી રાતે રસ્તા પર એકલી ભટકતી અને પોતાનું સરનામું પણ યાદ ન હોય તેવી માનસિક રીતે અસ્વસ્થ યુવતી માટે ‘181 અભયમ’ મહિલા હેલ્પલાઇન ટીમ તારણહાર સાબિત થઈ છે. ટીમની સતર્કતા, સંવેદનશીલતા અને ત્વરિત કામગીરીના પરિણામે યુવતીને તેના પરિવાર સાથે સુરક્ષિત રીતે મિલાવીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે. ઘટનાની વિગત અનુસાર, રાજકોટથી જામનગર તરફ આવી રહેલા એક જાગૃત નાગરિકને રસ્તામાં પેટ્રોલ પંપ પાસે એક અસહાય યુવતી મળી આવી હતી. યુવતીએ પોતાના માસીના ઘરે જામનગર જવાની ઈચ્છા વ્યક્ત કરી હતી, જેથી તે નાગરિકે તેને પોતાના…

Read More