હિન્દ ન્યુઝ, કચ્છ સંયુક્ત પશુપાલન નિયામકશ્રી, ગુજરાત પ્રાણી કલ્યાણ બોર્ડ, ગાંધીનગરના પત્ર ક્રમાંક:ગુ.પ્રા.ક.બો/પ્રશા /કટમ/૧૦૭(૮૫)/૧૯૯૫-૨૦૯૬/૨૦૨૬ તા.૦૨/૦૫/૨૦૨૬ થી થયેલ સુચના અનુસાર ઉંદર પકડવાની જાળ (ગ્લુટ્રેપ) જેને ગ્લુ-બોર્ડ અથવા સ્ટીકી તરીકે પણ ઓળખવામાં આવે છે તે ઘાતક અને પ્રતિબંધિત છે. જેનો ઉપયોગ મોટાભાગે ઉંદરોને પકડવા માટે થાય છે. જ્યારે ઉંદર ગ્લુટ્રેપ વાળી સપાટી પર ચાલે છે અથવા ઉતરે છે ત્યારે ગુંદરની જાળમાં પકડાયા પછી પોતાની રીતે મુક્ત થવામાં અસમર્થ છે, જેનાં પરિણામે ડિહાઈડ્રેશન, ભુખમરો અને ગુંગળામણનાં કા૨ણે આખરે પીડાદાયક મૃત્યુ પામે છે. નામ.ગુજરાત હાઈકોર્ટમાં થયેલ Writ Petition (PIL) ૨૮/૨૦૨૪ સંદર્ભે તા.૧૮/૦૭/૨૦૨૪…
Read MoreDay: June 5, 2026
જિલ્લાની સરકારી કચેરીઓમાં ચાર કરતાં વધુ વ્યક્તિઓને ભેગા થઈને આવેદન પત્ર આપવા પર પ્રતિબંધ
હિન્દ ન્યુઝ, ભુજ કચ્છ જિલ્લાના જાહેર સ્થળોએ વગર પરવાનગીએ રેલી, સરઘસ, દેખાવો જેવા કાર્યક્રમોમાં ચાર કે તેથી વધુ માણસો એકઠા ન થાય, સુલેહ શાંતિનો ભંગ ન થાય, જિલ્લા/તાલુકા સેવા સદને પોતાના કામ અર્થે આવતા નાગરિકોને કોઇ અગવડતા ન પડે તથા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે હેતુસર જિલ્લા સેવા સદન, ભુજ તથા મધ્યસ્થ સેવા સદન, ભુજ, અંજાર, ભચાઉ, મુન્દ્રા, નખત્રાણા, અબડાસા, જિલ્લાના નલિયા, દયાપર, મુન્દ્રા, માંડવી, ભુજ, નખત્રાણા, અંજાર, ગાંધીધામ, ભચાઉ અને રાપર તાલુકા સેવા સદન તેમજ પોલીસ મહાનિરીક્ષકની કચેરી, ભુજ, પોલીસ અધિક્ષકની કચેરી ભુજ અને ગાંધીધામ,…
Read Moreકચ્છ જિલ્લામાં ૦૯મી જૂન-૨૦૨૬ સુધી હથિયારબંધી જાહેર કરાઈ
હિન્દ ન્યુઝ, ભુજ કચ્છ જિલ્લામાં યોજાનારા ધાર્મિક તહેવારો/મેળાઓ તથા ઉત્સવોની ઉજવણી અંતર્ગત જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તેમજ કોઇ અનિચ્છનીય બનાવ બનવા ન પામે તેમજ સુલેહ શાંતિ જળવાઇ રહે તે માટે સાવચેતીના પગલાં રૂપે ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ની કલમ ૩૭ (૧) અન્વયે કચ્છના જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી એ તા.૦૯/૦૬/૨૦૨૬ સુધી સમગ્ર કચ્છ જિલ્લામાં હથિયારબંધીના આદેશ જાહેર કર્યા છે. આ જાહેરનામા અન્વયે હથિયાર લઇ જવાની ફરજ હોય, પરવાનગી આપી હોય કે અધિકૃત કરી હોય તે સિવાયની કોઇ વ્યક્તિ જાહેરનામાનો કોઇપણ ખંડનો ભંગ કરનાર અથવા ઉલ્લંઘન કરનારને ઓછામાં ઓછી ૪ માસની…
Read Moreઅર્બન ફોરેસ્ટ શહેરોને ઠંડા રાખવા માટે કુદરતી એ.સીની ગરજ સારે છે
આજે ૫ જુન- વિશ્વ પર્યાવરણ દિન હિન્દ ન્યુઝ, ભુજ આજે સમગ્ર વધતા શહેરીકરણના કારણે શહેરો વધુ ગરમ બની રહ્યા છે., શહેરોમાં જૈવ વિવિધતા નાશ પામી રહી છે, ઇમારતો, ઉદ્યોગો અને વાહનોની સંખ્યા વધવાને કોંક્રિટના જંગલો બનેલા શહેરોમાં વસતા મનુષ્યો કુદરતી વાતાવરણથી દુર થઇ ગયા છે. આવા સમયમાં પ્રદૂષણ મુક્ત અને સ્વાસ્થ્યપ્રદ જીવન જીવવા માટે ‘અર્બન ફોરેસ્ટ’ એટલે કે શહેરી જંગલોનો ખ્યાલ ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ રહ્યો છે. અર્બન ફોરેસ્ટ એટલે શું? રાજ્ય સરકાર ગ્રીન ગુજરાત ક્લિન ગુજરાતના મંત્ર સાથે શહેરીજનોને શુધ્ધ હવા માટે હરિયાળું સુરક્ષા કવચ આપવા…
Read Moreવિશ્વ પર્યાવરણ દિવસ અંતર્ગત કચ્છ જિલ્લાના ગામોમાં “સ્વચ્છ ગામ, સુરક્ષિત જળવાયુ” અભિયાનનો પ્રારંભ
હિન્દ ન્યુઝ, ભુજ : વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી કચ્છની સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) શાખા દ્વારા જિલ્લાના તમામ ગામોમાં “સ્વચ્છ ગામ, સુરક્ષિત જળવાયુ” અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ અભિયાનનો મુખ્ય હેતુ ગ્રામ્ય વિસ્તારોમાં સ્વચ્છતા, પર્યાવરણ સંરક્ષણ અને પ્લાસ્ટિક મુક્તિ અંગે જનજાગૃતિ લાવવાનો છે. આ અભિયાન અંતર્ગત ગામોમાં ઘન કચરા વ્યવસ્થાપન (SWM) ના નિયમો અંગે ગ્રામજનોને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત, સ્વચ્છતા જાળવવા માટે ગામોમાં નિર્માણ કરવામાં આવેલી વિવિધ સુવિધાઓ અને ઘટકો અંગે પણ લોકોને માહિતગાર કરવામાં આવી રહ્યા છે. પર્યાવરણનું…
Read Moreસૈન્યના વસ્ત્રો કે અન્ય ચીજવસ્તુઓના બિનઅધિકૃત રીતે વેચાણ અને ઉપયોગ કરવા પર પ્રતિબંધ
હિન્દ ન્યુઝ, ભુજ રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાને લઈ બજારમાં બિનઅધિકૃત રીતે વેચાતા તથા ઉપયોગમાં લેવાતા સશસ્ત્ર દળોના ગણવેશ (પોશાક) તથા તેને સંલગ્ન અન્ય ચીજ-વસ્તુઓ ઉપર પ્રતિબંધ મુકવા અંગે કચ્છ જિલ્લા મેજિસ્ટ્રેટ અનિલ રાણાવસીયા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ અન્વયે જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે. જાહેરનામા અનુસાર કચ્છ જિલ્લાની મહેસૂલી હદમાં આવેલ વિસ્તારમાં કોઇ પણ દુકાનોમાં કે કોઇપણ વ્યક્તિએ સશસ્ત્ર દળોનો ગણવેશ કે તેની સામ્યતા ધરાવતા વસ્ત્રો કે અન્ય ચીજવસ્તુઓનુ બિનઅધિકૃત રીતે વેચાણ કરવું નહિ કે ઉપયોગ કરવો નહિ. ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૨૧૫ની આદેશાત્મક જોગવાઇઓ…
Read Moreજુના મોબાઈલ લે-વેચ કરતા તમામ વેપારીઓએ રજિસ્ટર નિભાવવાનું રહેશે
હિન્દ ન્યુઝ, કચ્છ જિલ્લા મેજિસ્ટ્રેર અનિલ રાણાવસીયા, કચ્છ-ભુજ દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ ૧૬૩ અન્વયે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે કે, કચ્છ જિલ્લાની મહેસૂલી હદમાં આવેલા તમામ જુના મોબાઈલ લે-વેચ કરતા વેપારીઓને જુના મોબાઈલ ખરીદતી અને વેચતી વખતે વેપારીઓએ નિભાવવાનું રજિસ્ટર નિભાવવાનું રહેશે અને માંગણી કરવામાં આવે ત્યારે રજૂ કરવાનું રહશે. જેમાં મોબાઇલ ફોનની વિગત, આઇએમઈઆઇ નંબર, મોબાઈલ વેચનાર/ખરીદનારનું નામ તથા સરનામા, આઈડી પ્રૂફની વિગત અસલ પરથી ખરાઈ કરીને દર્શાવવાની રહેશે. આ હુકમ સમગ્ર કચ્છ જિલ્લાના વિસ્તાર માટે લાગુ પડશે. આ જાહેરનામું તા.૨૮/૦૭/૨૦૨૬ સુધી અમલમાં રહેશે. આ…
Read Moreસરકારી કચેરીઓમાં બિનઅધિકૃત વ્યક્તિઓને પ્રવેશવા પર પ્રતિબંધ
હિન્દ ન્યુઝ, ભુજ જિલ્લા મેજિસ્ટ્રેટ, કચ્છ-ભુજના કાર્યક્ષેત્ર હેઠળના વિસ્તાર જેવા કે જિલ્લા કલેક્ટર કચેરી, જિલ્લા ન્યાયાલયની કચેરી, જિલ્લા પંચાયત કચેરી, બહુમાળી ભવનમાં આવેલી સરકારી કચેરીઓ, ગાંધીધામ મહાનગરપાલિકા, નગરપાલિકાઓ, પ્રાદેશિક વાહન વ્યવહારની કચેરીઓ વગેરેમાં જાહેર જનતાને લગતી કામગીરી કરવામાં આવે છે. તાજેતરમાં કેટલાક બનાવો પરથી આ તમામ કચેરીની આસપાસ તથા નજીકના સ્થળે કેટલાક વ્યક્તિઓ એકલા અથવા ટોળી બનાવીને જાહેર જનતાની છેતરપીંડી કરી પૈસા પડાવે છે. ગેરકાયદેસર પ્રવૃત્તિ કરી ઉલટી સીધી વાતો કરી જાહેર જનતાને ભોળવીને કે ગેરમાર્ગે દોરીને કામ કરાવવા કે તેવી રીતે લલચાવીને કે ગેરમાર્ગે દોરીને વચેટીયા તરીકે…
Read Moreડિસ્ટ્રીબ્યૂટરોએ સીમકાર્ડના વેચાણનું રજિસ્ટર નિભાવવાનું રહેશે
હિન્દ ન્યુઝ, ભુજ જિલ્લા મેજિસ્ટ્રેટ અનિલ રાણાવસીયા દ્વારા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ અન્વયે કચ્છ જિલ્લાની મહેસૂલી હદમાં આવેલા તમામ મોબાઈલ ફોન સર્વિસ પ્રોવાઈડર કંપનીઓ, તેના ડીસ્ટ્રીબ્યુટરો, જથ્થાબંધ વેપારી અને રીટેઈલ વેપારીઓએ સીમકાર્ડના ખરીદ અને વેચાણ અંગે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામાં મુજબ મોબાઈલ કંપનીઓ તરફથી વેચાણ માટે ડીસ્ટ્રીબ્યુટરો કે જથ્થાબંધ વેપારીઓને આપવામાં આવતા સીમકાર્ડના નબરોનું રજિસ્ટર એરિયાવાઈઝ ડીસ્ટ્રીબ્યુટરોએ અને જથ્થાબંધ વેપારીઓએ નિભાવવાનું રહેશે. ડીસ્ટ્રીબ્યુટરો કે જથ્થાબંધ વેપારીઓ તરફથી રીટેલરોને વેચાણ માટે આપવામાં આવતા સીમકાર્ડના નંબરોનું રજિસ્ટર રીટેલરોએ પણ નિભાવવાનું રહેશે. આ રજિસ્ટરમાં સીમકાર્ડ નંબર કઈ…
Read Moreજિલ્લા/મધ્યસ્થ/તાલુકા સેવા સદનના પરિસરની ૧૦૦ મીટરની ત્રિજ્યામાં ધરણા, પ્રતિક ધરણા, ભૂખ હડતાલ કે ઉપવાસ પર બેસવા પર મનાઇ
હિન્દ ન્યુઝ, ભુજ કચ્છ જિલ્લાના જાહેર સ્થળોએ વગર પરવાનગીએ ધરણા, રેલી, સરઘસ, દેખાવો જેવા કાર્યક્રમોમાં ચાર કે તેથી વધુ માણસો એકઠા ન થાય, સુલેહ શાંતિનો ભંગ ન થાય, જિલ્લા/તાલુકા સેવા સદને પોતાના કામ અર્થે આવતા નાગરિકોને કોઇ અગવડતા ન પડે તથા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે હેતુસર જિલ્લા સેવા સદન, ભુજ તથા મધ્યસ્થ સેવા સદન, ભુજ, અંજાર, ભચાઉ, મુન્દ્રા, નખત્રાણા, અબડાસા, નલીયા, દયાપર, માંડવી, ગાંધીધામ, તથા રાપર તાલુકા સેવા સદન તેમજ પોલીસ મહાનિરીક્ષકની કચેરી, ભુજ, પોલીસ અધિક્ષકની કચેરી ભુજ અને ગાંધીધામ, નાયબ પોલીસ અધિક્ષકની કચેરીઓ, સી.પી.આઈ.ની કચેરી,…
Read More