કેન્દ્રીય વિદ્યાલય વલ્લભ વિદ્યાનગરના વિદ્યાર્થીઓએ નિહાળ્યો પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ

હિન્દ ન્યુઝ, આણંદ        પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદીએ દેશભરના વિદ્યાર્થીઓ સાથે પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ અંતર્ગત સંવાદ કર્યો હતો. આ કાર્યક્રમ માં પ્રધાનમંત્રી વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો સાથે સીધી વાતચીત કરે છે, તે કેન્દ્રીય વિદ્યાલય, વલ્લભ વિદ્યાનગર ખાતે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ કાર્યક્રમ નિહાળીને જાણકારી મેળવી હતી. 

Read More

સુરત શહેરમાં સવારે ૮ થી ૧ અને સાંજે ૫ થી ૧૦ વાગ્યા સુધી ભારે માલવાહક વાહનોના પ્રવેશ, અવર-જવર તથા જાહેર રોડ ઉપર પાર્કિંગ કરવા ઉપર પ્રતિબંધ: પોલીસ કમિશનરનું જાહેરનામું

હિન્દ ન્યુઝ, સુરત                       સુરત શહેરનાં હદ વિસ્તારમાં થયેલા વધારા તથા શહેરના વિવિધ વિસ્તારોમાં ટ્રાફિક અને અકસ્માતો પર નિયંત્રણ કેળવવા પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલૌતે એક જાહેરનામાં દ્વારા સવારે ૮:૦૦ થી બપોરે ૧:૦૦ અને બપોરે ૫:૦૦ થી રાત્રિના ૧૦:૦૦ વાગ્યા સુધી ભારે માલવાહક વાહનોના પ્રવેશ, અવર-જવર તથા જાહેર રોડ ઉપર પાર્કિંગ કરવા ઉપર પ્રતિબંધ જાહેર કર્યો છે.             જે અનુસાર(૧) કામરેજ તરફથી સુરત શહેર તરફ આવતા મુખ્ય રોડ ઉપર જે.પી. કાર્પ વિદ્યાસંકુલ સામેના ગેટ આગળના પોઇન્ટથી…

Read More

તા.૯ ફેબ્રુઆરીએ ITI-મજુરા ગેટ ખાતે એપ્રેન્ટીસશીપ ભરતી મેળો યોજાશે

હિન્દ ન્યુઝ, સુરત       ગુજરાત સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ ગાંધીનગર દ્વારા સંચાલિત ITI મજુરા ગેટ,સુરત ખાતે તા.૯-૨-૨૦૨૬ના રોજ સવારે ૧૦:૩૦ કલાકથી જિલ્લા કક્ષાનો આગામી પ્રધાન મંત્રી નેશનલ એપ્રેન્ટીસશીપ ભરતી મેળો યોજાશે. એપ્રેન્ટીસ તાલીમમાં જોડાવા ઇચ્છુક ઉમેદવારોએ જરૂરી પ્રમાણપત્ર સાથે હાજર રહી ભરતી મેળાનો લાભ લેવા આચાર્ય, આઇ.ટી.આઇ.(ITI), મજુરાગેટ, સુરત દ્વારા અનુરોધ કરવામાં આવે છે.

Read More