તા. 4 ફેબ્રુઆરી, વિશ્વ કેન્સર દિવસ – 2026

હિન્દ ન્યુઝ, ગાંધીનગર 🔹 ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ (GCRI) દેશનું વિશ્વસનીય કેન્સર સારવાર કેન્દ્ર બની; 26,810થી વધુ દર્દીઓને નવજીવન તેમજ 9140થી વધુ અન્ય રાજ્યોના દર્દીઓએ મેળવી સારવાર 🔹 વર્ષ 2025માં 2.59 લાખથી વધુ OPD વિઝિટ્સ, 17,800થી વધુ સર્જરીઓ અને 50,130થી વધુ કીમોથેરાપી GCRIમાં સંપન્ન થઈ 🔹 ફક્ત 6 મહિનામાં GCRIમાં 50 રોબોટિક સર્જરી, ગત 3 વર્ષમાં 40 અત્યાધુનિક HIPEC પ્રોસીઝર થઈ; 2021-2025 દરમિયાન અત્યાધુનિક PET-CT સ્કેન પણ 1813થી વધીને 6333 થયા 🔹 ઓક્ટોબર 2021થી શરૂ થયેલ ‘નો-કોસ્ટ કેન્સર સ્ક્રીનિંગ OPD’માં અત્યારસુધીમાં 50,000થી વધુ લોકોનું સ્ક્રીનિંગ, 118 કેન્સરના કેસની પ્રારંભિક…

Read More

બરોડા ખાતે વિદ્યાર્થીઓએ કેમ્પસની એક બિનઉપયોગી જગ્યાને રસોડાના બગીચાના જીવંત મોડેલમાં પરિવર્તિત

હિન્દ ન્યુઝ, વડોદરા મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા ખાતે વિદ્યાર્થીઓએ કેમ્પસની એક બિનઉપયોગી જગ્યાને રસોડાના બગીચાના જીવંત મોડેલમાં પરિવર્તિત કરી, ટકાઉ જીવનશૈલી અને વ્યવહારુ શિક્ષણનું પ્રેરક ઉદાહરણ રજૂ કર્યું છે. ફેમિલી એન્ડ કોમ્યુનિટી સાયન્સ ફેકલ્ટીના ફેમિલી એન્ડ કોમ્યુનિટી રિસોર્સ મેનેજમેન્ટ વિભાગ દ્વારા શરૂ કરાયેલ આ રસોડાના બગીચાની પહેલ શહેરી વિસ્તારોમાં ઘટતી જગ્યા અને વધતી ટકાઉ જીવનશૈલીની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને અમલમાં મૂકવામાં આવી છે. આ પહેલ દ્વારા કેમ્પસની ખાલી પડેલી જગ્યાને હરિયાળી, જીવંત અને શૈક્ષણિક ગ્રીન ઝોનમાં રૂપાંતરિત કરવામાં આવી છે.

Read More

સુરતમાં ‘૭મા તાપી અશ્વ શો-૨૦૨૬’નું ભવ્ય સમાપન: ૧ લાખ ૨૦ હજારથી વધુ મુલાકાતીઓએ અશ્વ સંસ્કૃતિને માણી

હિન્દ ન્યુઝ, સુરત      ગુજરાત રાજ્ય પશુપાલન વિભાગ અને સુરત હોર્સ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે અડાજણ કેબલ બ્રિજ રિવરફ્રન્ટ ખાતે આયોજિત ‘૭મા તાપી અશ્વ શો-૨૦૨૬’નું ભવ્ય સમાપન થયું છે. ચાર દિવસીય અશ્વ મહોત્સવમાં અશ્વોની શક્તિ, ગતિ અને સૌંદર્યનો અદભૂત સંગમ જોવા મળ્યો હતો, જેમાં ૧ લાખ ૨૦ હજારથી વધુ નાગરિકોએ મુલાકાત લઈ અશ્વ સંસ્કૃતિને સંસ્કૃતિને માણી હતી.                 આ શોમાં ગુજરાતના સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાત ઉપરાંત રાજસ્થાન, પંજાબ, હરિયાણા અને મહારાષ્ટ્રથી આવેલા મારવાડી, કાઠિયાવાડી, કચ્છી અને સિંધી નસલના ૩૪૦થી વધુ જાતવાન અશ્વો…

Read More

સ્પર્શ લેપ્રસી અવેરનેસ કેમ્પેઈન(SLAC)-વર્ષ-૨૦૨૬ અંતર્ગત જિલ્લા કલેકટર ડો.સૌરભ પારધીના અધ્યસ્થાને બેઠક મળી

હિન્દ ન્યુઝ, સુરત      સ્પર્શ લેપ્રસી અવેરનેસ કેમ્પેઈન(SLAC)-વર્ષ -૨૦૨૬ અન્વયે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા દર વર્ષે તા.૩૦મી જાન્યુ.થી તા.૧૩મી ફેબ્રુઆરી દરમ્યાન રક્તપિત વિશે લોકોમાં જનજાગુતિ આવે તે માટે કામગીરી હાથ ધરવામાં આવનાર છે, જેના આયોજન અર્થે જિલ્લા કલેકટર ડો.સૌરભ પારધીના અધ્યક્ષસ્થાને બેઠક મળી હતી. જેમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.અનિલ પટેલ, જિલ્લા રક્તપિત્ત અધિકારી જિજ્ઞેશ પટેલ સહિત તાલુકા આરોગ્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.                  બેઠકમાં રક્તપિત્ત રોગને નાથવા અને રોગને નાબુદ કરવાના સક્રિય પગલાઓ, માટે વધુમાં વધુ જનજાગૃતિ કાર્યો…

Read More

વલસાડ જિલ્લા કક્ષાનો 11 મો એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલ ધરમપુર મુકામે યોજાયો

હિન્દ ન્યુઝ, વલસાડ        જી.સી.ઈ.આર.ટી ગાંધીનગરની પ્રેરણા અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, વલસાડના આયોજન હેઠળ વલસાડ જિલ્લા શિક્ષણ અધિકારીશ્રીની કચેરી અને જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, વલસાડ તથા જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર, ધરમપુરના સંયુક્ત ઉપક્રમે તારીખ 29 અને 30 જાન્યુઆરી 2026 ના રોજ ધરમપુર મુકામે, જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ખાતે બે દિવસનો વલસાડ જિલ્લા કક્ષાનો 11મો એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલ યોજાઈ ગયો હતો. એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલ એ શિક્ષણ વિભાગ, ગુજરાત સરકારની એક ઉજ્જવળ પરંપરા છે કે જેમાં દર વર્ષે શાળા શિક્ષણ સાથે સંકળાયેલ શિક્ષક, આચાર્યો કે અન્ય હિતધારકો પોતે કરેલ વિશિષ્ટ…

Read More

લુપ્ત થવાની કગારે પહોંચેલી જરીકલાને ૧૨૦ વર્ષથી જીવંત રાખતો સુરતનો જરીવાલા પરિવાર

હિન્દ ન્યુઝ, સુરત      ભારત પોતાની સમૃદ્ધ સાંસ્કૃતિક ધરોહર અને પરંપરાગત હસ્તકળાઓ માટે વિશ્વવિખ્યાત છે. એમાં પણ ગુજરાત અને ખાસ કરીને સુરતની જરીકલા આગવી ઓળખ ધરાવે છે. ગ્રીક વિદ્વાન મેગેસ્થનીઝના ગ્રંથોમાં ઉલ્લેખિત થયેલી અને આજે GI ટેગ ધરાવતી સુરતની જરીકલા, જરી-જરદોશી વર્ક પ્રાચીન સમયથી ચાલતી આવતી એક અમૂલ્ય પરંપરા છે. આવી જ પરંપરાને સુરતના સગરામપુરાનો જરીવાલા પરિવાર છેલ્લા ૧૨૦ વર્ષથી વધુ સમયથી જીવંત રાખી રહ્યો છે.            સુરતની ઓળખ માત્ર ખાણીપીણી કે ઉદ્યોગોથી નહીં, પરંતુ જરી ઉદ્યોગ જેવી પરંપરાગત કલાઓથી પણ બનેલી છે. સુરતના સગરામપુરાના…

Read More